________________
દાન ચાલુ રાખે. આમ એક વર્ષમાં ત્રણ અબજ, અઠ્યાસી કોડ અને એશી લાખ સોનૈયાનું દાન આપે. બસોને પચ્ચીસ ગાડાં સુવર્ણ એક દિવસનું થયું. એક વર્ષના દિવસ ૩૬૦ થાય તેને ૨૨૫ ગુણતાં ૮૧૦૦૦ ગાડા સુવર્ણ તીર્થકર એક વર્ષમાં દાન આપે. તે ગાડાં તે તે જિનવરના સમયમાં જાણવાં. તીર્થકરના દાનનો પ્રભાવ એવો છે કે બાર વર્ષ સુધી છે ખંડમાં શાંતિ રહે ને કલહ ન રહે. ભંડારમાં મુકે તો બાર વર્ષ સુધી ખુટે નહિ. રોગીનો રોગ જાય, નવિન રોગ થાય નહિ. મંદબુધ્ધિવાળાને દેવતા સદશ બુધ્ધિ થાય વિગેરે અપૂર્વ પ્રભાવ હોય છે.
વીર્યગ જjભકદેવો તીર્થકરને દાન દેવા અવસરે જમીનમાં દાટેલું નિવાસી વિગેરે
ઘણી જાતનું દ્રવ્ય પુરૂં કરે, તેવો તેમનો આચાર છે. તેમના નામ :૧. અન્ન જjભક ૨. પાન જjભક ૩. વસ્ત્ર જjભક ૪. લેણ જjભક ૫. પુષ્પ જjભક ૬. ફળ જjભક ૭. પુષ્પફળ જjભક ૮. શયન જભક ૯. વિધા જjભક ૧૦. અવિયત જjભક તેમનું સ્થાન :
(૭૭૦) શતસિતેર વૈતાઢ્યોમાં કંચનગિરિ ચિત્ર વિચિત્ર જમક સમક નામના પર્વતોમાં
રહે છે. તેમનો આચાર:
ઘણા સમયથી ધણી વગરનું પડેલું (દટાયેલું) ધન તીર્થકરના વર્ષીદાન વખતે મેળવી લાવવાનો તીર્થંગજjભક દેવોનો આચાર છે.
વર્ષાદાનના અતિશયો ૧. સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતા થાકે નહિ જિનેશ્વરને
તો અનંત શક્તિ હોય છે, પરંતુ દેવો પોત પોતાનો આચાર સાચવે છે. ૨. ઈશાનેન્દ્ર - રત્ન જડીત છડી લઈને ઉભો રહે, અને યાચકના ભાગ્ય પ્રમાણે,
યાચક પાસે મંગાવે. ૩. ચમરેન્દ્ર, બલીન્દ્ર - પ્રભુની મુઠીમાં ઓછું કે વધારે હોય તો યાચકના ભાગ્ય - ૧૨
કનકકૃપા સંગ્રહ