________________
પોતે ગૌચરી જાય નહી. જાય તો દંડ આવે.
૪૧- ભગવાન મહાવીરનો જીવ જ્યારે ત્રીપુટ વાસુદેવ હતા ત્યારે ગૌતમ સ્વામીનો જીવ તેમના સારથી તરીકે હતો.
૪૨- નરક તથા દેવગતિમાંથી આવેલા જીવ ચક્રવર્તી થાય પણ મનુષ્ય તિર્યંચમાંથી આવેલા જીવ ચક્રવર્તી થાય નહીં. ભગવાન મહાવીરનો જીવ મનુષ્યમાંથી આવી ચક્રવર્તી થયા તે આશ્ચર્ય જાણવું.
૪૩-ભરતક્ષેત્રમાં જન્મેલા મનુષ્યને ક્ષાયિક સમ્યક્ત્વ હોય નહીં. કારણ ક્ષાયિક સમ્યક્ત્વ શ્રપક શ્રેણી આશ્રીને કહેલ છે. અને શ્રપક શ્રેણી તો જંબુસ્વામી પછી વિચ્છેદ થયેલ છે.
૪૪- બે માસની અંદરના આયુષ્યવાળો જીવ નરકમાં જાય નહીં. બે માસ ઉપરનો જીવ નરકમાં જાય (આ બાબતમાં કેટલાકનો મતભેદ પણ છે).
૪૫- ધન્નાજી તથા શાલિભદ્રજી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવો થયા છે.
૪૬- આંધળા, લુલા, અપંગ મનુષ્યને દીક્ષા અપાય નહીં.
૪૭- સાધુ સાધ્વીએ દીક્ષા, પ્રતિક્રમણ, લોચ કરવા, વગેરે ધર્માનુષ્ઠાન ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને કરવા કલ્પે; બીજી દિશામાં નહીં.
૪૮- સાધ્વીને પુરૂષ તેમજ સ્ત્રીની સભામાં કલ્પસૂત્ર વાંચવાનો નિષેધ છે. તેમજ એકલી સ્ત્રીની સભામાં સાધુ વ્યાખ્યાન કરે નહીં અને પુરૂષની અગાડી સાબ્દી વ્યાખ્યાન કરે નહીં.
૪૯- શ્રી સુવિધિનાથથી માંડીને શ્રી શાંતિનાથજી સુધીના મધ્યના ફક્ત સાત આંતરામાં તીર્થનો વિચ્છેદ થયો છે. શ્રી અરિહંત પરમાત્માના ધર્મની વાત પણ રહેવા પામી નહોતી. તે વિચ્છેદકાળ કોઈ આચાર્ય પોણાત્રણ પલ્યોપમનો કહે છે ને કોઈ અગ્યાર પલ્યોપમનો પણ કહે છે. બીજા કોઈ તીર્થંકરોના વારામાં તીર્થનો વિચ્છેદ થયો નથી.
૫૦- સર્વે વાસુદેવો સરખા બળવાલા હોતા નથી. આ અવર્સાપૈંણી કાળમાં દિન દિન બળની હાની છે.
૫૧- શ્રી શાંતિનાથજી ભગવાનની માતાએ બે વખત ચૌદ સ્વપ્નો તીર્થંકરપણું તથા ચક્રવર્તીપણાનું સુચન કરનારા હતાં.
૫૨- રીખભદેવ ભગવાને યુગલીક ધર્મ નિવારણ કરવા માટે ભરત મહારાજાની બેન બ્રાહ્મીનો વિવાહ બાહુબલીજી સાથે તેમજ બાહુબલીજીની બેન સુંદરીનો વિવાહ
કનકકૃપા સંગ્રહ
૨૦૦