SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ મહારાજ - મહાવીર સ્વામી પછી ૧૦૫૫વર્ષ સ્વર્ગે ગયા આયુષ્ય ખબર નથી ૨૮- ભદ્રબાહુસ્વામી સુધી ૧૪ પૂર્વનું જ્ઞાન રહ્યું સ્યુલીભદ્ર સુધી ૧૪ પૂર્વ મૂળનું જ્ઞાન રહ્યું. વજસ્વામી સુધી ૧૦ પૂર્વ આર્યરતિસૂરી લા પૂર્વ દુર્બલિકા પુષ્પમિત્ર સુધી તે પૂર્વ દેવર્ધિ ગણી ક્ષમા શ્રમણ પછી સઘળા પૂર્વોનો વિચ્છેદ થયો. વિક્રમ સંવત ૨૩૦માં ૨૯- હરિણગમેપીદેવ જે ભગવાન મહાવીરને ગર્ભમાંથી સંહરનાર દેવતા હતો તેનો જીવ મરીને દેવર્ધિગણી ક્ષમા શ્રમણ થયો હતો. ૩૧- ભગવંત મહાવીર કોઈ દિવર ભૂમિ ઉપર સ્થિર થઈને બેઠા નથી. જેમ કોઈ પુરૂષ ગાય દોહવાને ઉબડ બેસે તેવી રીતે જ પ્રભુ બેઠા છે. તેમજ દિક્ષા લીધા પછી શૂલપાણી યક્ષના મંદીરમાં માત્ર બેઘડી નિંદ્રા લીધી છે. બાકીનો સર્વકાળ નિંદ્રા વિનામાંજ પસાર કર્યો છે. ૩ર- ભગવાનનું રૂધીર દુધ સમાન હોય. અહાર નિહાર ચર્મચક્ષુને દ્રષ્ટિગોચર હોય નહી. ૩૩- યુગલીક વખતમાં મનુષ્યની માફક તિર્યંચજીવો પણ જોડકાપણે ઉત્પન્ન થાય છે. જુ, માકડ, ડાંસ, મચ્છર વગેરે શરીરનો ઉપદ્રવ કરનારા શુદ્રજીવો ઉત્પન્ન થતાં નથી ને તે સમયે ધર્મનો વિચ્છેદ હોય છે. ૩૪- પલ્યોપમ આયુષ્યવાળાને એક દિવસની અંદર શ્વાસ લેવાનું અને દિવસ પૃથકત્વે આહારની ઈચ્છા થાય છે. જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીએ શ્વાસ લેવાનું અને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા સમજવી. (અર્થાત ૩૩ સાગરોપમના આયુષ્યવાળાને ૩૩ પખવાડીએ (૧૬ મહીને) શ્વાસ લેવાનું ને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા જાણવી. ૩૫- દેવતાને અસાતા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હોય ને શાતા છ માસ સુધી હોય. અન્ય મતિ દેવલોક સુધી ઉપજી શકે અને નિકૂવો નવમા ગ્રંવેક સુધી ઉપજી શકે. ૩૬- દેવતાને નિદ્રા હોય નહીં. ૩૭- જાતિસ્મરણ જ્ઞાનવાળા મનુષ્ય પાછલા નવ ભવ દેખી શકે. ૩૮- મન:પર્યવજ્ઞાન સાધુ મહારાજને જ થાય. ગૃહસ્થને ન થાય. ૩૯- પૌષધમાં એકાસણું કરનારને લીલું શાક કલ્પ નહીં. ૪૦- કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર મહારાજ ગૌચરી જાય નહી, તેમજ આચાર્ય મહારાજ કનકકૃપા સંગ્રહ २७८
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy