________________
ભરત મહારાજા સાથે વિપરીતપણે કર્યો છે.
૫૩-.ઝંકારા રાવસારા.થી દેહીમે દેવિસાર..એ પાઠ પ્રતિક્રમણમાં સૌ કોઈએ મોટેથી બોલવાનું કારણ કે કદાચ કોઈ વ્યંતર દેવ સાધુ આદિને ઉપદ્રવ કરવા રહેલ હોય તો તે ત્યાંથી જલદી ચાલ્યો જાય.
૫૪- શ્રી કૃષ્ણના જીવનો પહેલોભવ શ્રીકૃષ્ણ મહારાજનો, બીજો નારકીનો, ત્રીજે મનુષ્યનો, ચોથો વૈમાનિક દેવનો, અને પાંચમાભવે આવતી ચોવીશીમાં અમમ નામે બારમા તીર્થંકર થશે ને તેજ ભવે મોક્ષે જશે.
૫૫ - અરિહંત ભગવાનના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, અને નિર્વાણ કલ્યાણકને સમયે નરકના જીવો સાતા વેદનીય કર્મ વેદે છે.
૫૬- શ્રી મહાવીર ભગવાનના તીર્થમાં જેણે તીર્થંકરનામ ઉપાર્જન કર્યું તેના નામ.
૧ શ્રી શ્રેણિક મહારાજા ૨ શ્રી સુપાર્શ્વ મહારાજા. ૩ શ્રી ઉદાયી મહારાજા. ૪ શ્રી પોટિલ મહારાજા. ૫ શ્રી ઢાયુ. ૬ શ્રી શંખ શ્રાવક. ૭ શ્રી શતક શ્રાવક. ૮ શ્રી સુલસા શ્રાવિકા ૯ શ્રી રેવતિ શ્રાવિકા.
૫૭- કોઈક જીવ માતાના ગર્ભમાં વધારે બાર વર્ષ સુધી રહે. કોઈક પાપી જીવ માતાનો વૈરી ગર્ભમાં મરી પાછો ત્યાં જ ઉત્પન્ન થાય તો ચોવીશ વર્ષ સુધી પણ રહે.
૫૮- ભારંડપક્ષીમાં જીવ બે અને શરીર એક હોય છે. એક પેટ. બે મુખ, બે જીભ અને ત્રણ પગ હોય છે. તે મનુષ્યની ભાષા બોલે છે. અને હંમેશ અપ્રમાદી રહે છે, કારણ કે શરીરમાં બે જીભ હોવાથી તેઓને આપસમાં જુદા જુદા ફળની ઈચ્છા થાય તો તે પક્ષીનું મૃત્યુ થાય છે.
૫૯- દેવાધિદેવ તીર્થંકર ભગવાન પહેલી પોરિશી સુધી દેશના આપે. બીજા પહોરમાં ગણધર મહારાજા દેશના આપે છે. ચોથા પહોરે પાછા તીર્થંકર મહારાજ દેશના આપે.
૬૦- કેવલજ્ઞાની ભગવાનને આવશ્યકઆદિ ક્રિયાઓ કરવાની હોય નહી.
૬૧ શ્રી આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નંદી સૂત્ર, અનુયોગદ્દાર સૂત્ર, આચાર સૂત્રો આ પંચમા આરાના છેડા સુધી છેલ્લા યુગ પ્રધાન શ્રી દુ:પસહસૂરિ સુધી વિદ્યમાન રહેશે.
૬૨- કોઈ અવધિજ્ઞાની મહાત્મા પરમાણુને જાણે પણ દેખે નહી, અને કોઈક જાણે પણ નહી ને દેખે પણ નહી, પરમાવધિજ્ઞાની જાણે પણ ખરા ને દેખે પણ ખરા. ૬૩- આવશ્યક સૂત્રના રચનાર ગણધર દેવજ છે.
૨૮૦
કનકકૃપા સંગ્રહ