________________
સ.- લય માપવા માટે શું સાધન છે ? જ.- લય માપવા માટે માત્રા છે.
સ.- એક માત્રાનો વખત કેટલો ?
જ.- એક સેકન્ડ જેટલો અગર નાડીના એક ધબકારા જેટલો.
સ.- દિવસ તથા રાત્રિનો પ્રહર એટલે શું ?
67.
- સૂર્યોદયથી ત્રણ ત્રણ કલાકનો એક પ્રહર ગણાય છે. અને સૂર્યાસ્તથી ત્રણ કલાકનો રાત્રિનો પ્રહર ગણાય છે.
ગાનારને (સાધકને) અગત્યની સૂચના
(૧) ગાયનના શબ્દો હંમેશાં શુદ્ધ બોલવા.
(૨) ચિત્ત શાન્ત રાખીને આનંદથી ભાવવાહી ગાવું.
(૩) ધાસ્તી તથા શરમ રાખ્યા વિના અભયપણે ગાવું.
(૪) નાકમાંથી અવાજ કાઢી ગાવું નહી. તેમજ બહુજ ઉંચે અવાજે ગાવું નહીકે જેથી ચહેરો બેડોળ લાગે અને થાક લાગે.
(૫) રસ વિનાનું કઠોર કે બરાડા પાડી ગાવું નહીં.
(૬) મધુર, સુશીલ અને સાફ અવાજે ગાવું.
(૭) ગાયનના શબ્દોને પ્રસંગોપાત હાવભાવથી ગાવા.
(૮) ગાવામાં આવતા રાગનું અંગ સ્પષ્ટ દેખાડતા રહેવાની ખાસ કાળજી રાખવી. (૯) તાલ અને લય સંભાળી ગળાના સાધ્ય સ્વરે ગાવું.
(૧૦) ગાતાં બેસુરા થવું નહીં.
(૧૧) જે રાગનું ગાન કરતા હોય તે વખતે તે રાગના દેવનું અગર તો આરાધ્યદેવનું ચિંત્વન કરવું. તથા ગાયન તે રાગના તથા કાવ્યના ભાવ પ્રમાણે ગાવું. જેથી તે રાગનો ભાવ પ્રગટ થાય તથા પરમાત્મા અગર દેવ પ્રસન્ન થાય અને સંગીતવિદ્યા ફળીભૂત થાય તેમત ગાનારને અને સાંભળનારને આનંદ થાય. ભક્તિમય થઈ આતમોન્નતિ સાધી શકાય.
(૧૨) અવાજ સાચવવા માટે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી :
(૧) બ્રહ્મચર્ય પાળવું.
(૨) નિયમિત સ્વર-ગાન કરવું. (ચોકખી હવામાં)
(૩) અતિશય ખાટા, તીખા, ઠંડા તથા ગરમ તેજાનાવાળા પદાર્થો ન લેવા.
કનકકૃપા સંગ્રહ
૨૪