________________
કયો છે તે તુરત ઓળખાઈ જાય છે. તે સ્વરોના ટુકડાઓને રાગનું મુખ્ય અંગ અગર પકડ કહે છે.
સ.- રાગની જાતિ કેટલી છે. અને કઈ કઈ ? જ.- રાગની ત્રણ જાતિ છે. ઓડવ, પાડવા અને સંપૂર્ણ સ.- ત્રણે રાગ જાતિ સમજાવો.
જ.- જે રાગમાં (આરોહ-અવરોહમાં) પાંચ સ્વર હોય તેને ઓડવ કહે છે. જે રાગમાં છ સ્વર હોય તેને પાડવ કહે છે. જે રાગમાં સાત સ્વર હોય તેને સંપૂર્ણ રાગજાતિ કહે છે. રાગના આરોહ અને અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા પરથી રાગજાતિ નક્કી કરવામાં આવે છે.
સ.-સંગીત શાસ્ત્રમાં નવ રસ છે, તે કયા કયા છે? જ.- ભકિત, કરૂણ, વીર, હાસ્ય, શૃંગાર, અદ્ભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ.
તાલ-પ્રકાર સ.- સ્વર અથવા ગીત માપવા માટે શું સાધન છે? જ.- તાલ. સ.- તાલ એટલે શું?
જ.- વખત અથવા સમય ગણવા માટે હાથેથી જે તાળી વગાડાય છે તેનું નામ તાલ છે.
સ.- સમ કોને કહે છે ? અગર સમની તાલ કોને કહે છે?
જ.- મુખ્ય તાળીને સમ કહે છે. પહેલી તાળીને સમ કહે છે. ગાયનમાં જે તાલ ઉપર સૌથી વધુ વજન અપાય છે તેમજ જ્યાંથી એક, બે, ત્રણ માત્રા શરૂ થાય છે તેને સમ કહે છે.
સ.- તાલની ગતિને શું કહે છે? જ.- લય. સ.- લય કેટલા પ્રકારની છે ? અને કઈ કઈ છે?
જ.- લય ત્રણ પ્રકારની છે. (૧) વિલંબિત (૨) મધ્ય (૩) કૂત. વિલંબિત એટલે વધુ ધીમી ચાલનારી લય, મધ્ય એટલે વિલંબિત કરતાંડબલ જલદી ચાલનારી અને ક્રુત એટલે મધ્યલયથી બમણી જલદી ચાલનારી અને વિલંબિતથી ચાર ગણી જલદી ચાલનારી
લય.
કનકકૃપા સંગ્રહ
૨૭૩