________________
સ.- વર્ષ સ્વર એટલે શું?
જ.- રાગમાં અમુક સ્વર લેવામાં આવતો ન હોય અથવા બાદ થતો હોય તેને વર્ક્સ સ્વર કહે છે.
સ.ગીત કોને કહે છે?
જ.- કોઇપણ પદ, અગર ગાયનના શબ્દોને જુદા જુદા સ્વરનાદમાં તાલબદ્ધ ગોઠવીને એવી રીતે ગાવામાં આવે કે જેથી સાંભળનારના મનને આનંદ થાય તેને ગીત અગર ગાયને અગર પદ કહે છે.
સ.-ગાયનના કેટલા ભાગ હોય છે?
જ.- ગાયનના બે ભાગ છે. સ્થાયી અને અંતરો. પરંતુ ધ્રુવપદ વિગેરે મોટાં ગીતોમાં ગાયનના ચાર ભાગ હોય છે. (૧) સ્થાયી (૨) અંતરો (૩) સંચારી (૪) આભોગ.
સ.- સ્થાયી અને અંતરા, સંચારી અને આભોગ એટલે શું?
જ.- ગાયન અગર સરગમના પહેલા ભાગને સ્થાયી (અસ્તાઇ) કહે છે. અને તેના બીજા ભાગને અંતરા કહે છે અને ત્રીજા ભાગને સંચારી અને ચોથા ભાગને આભોગ કહે
સ.- અમુક રાગ અમુકજ વખતે શા માટે ગવાય છે.?
જ. શાસ્ત્રકારોના નક્કી કરેલા આરાધ્ય સમયે ગાવાથી રાગનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે.
સ.- સરગમ અથવા સ્વરમાલિક કોને કહે છે?
જ.-ગાયનના અક્ષરોને બદલે જયારે તેમને કોઈ પણ રાગમાં તે રાગના નિયમ પ્રમાણે લાગતા સ્વરોથી તાલમાં ગાવામાં આવે છે ત્યારે તેને અમુક રાગની સરગમ, ગત અથવા સ્વરમાલિકા કહેવાય છે.
સ.- લક્ષણગીત કોને કહે છે?
જ.- રાગમાં વપરાતાં સ્વર, રાગ, રાગ-જાતિ, રાગનો ગાન-સમય, રાગનાવાદી, સંવાદી, અનુવાદી, વિવાદી, વર્ધ-સ્વર વિગેરેની માહિતી જે ગીતમાં આપેલી હોય અને તે ગીત મુદ્દામ એજ રાગમાં ગાવાનું હોય તો તેને લક્ષણ ગીત એટલે રાગનું લક્ષણ બતાવનાર ગીત કહેવાય છે.
સે.- રાગનું મુખ્ય અંગ અગર પકડ કોને કહે છે? જ.- રાગની તમામ સ્તર રચનામાંથી, અમુક ચોક્કસ સ્વરોના ટુકડા પરથી રાગ
૨૭૨
કનકથા સંગ્રહ