________________
ગણાય છે ?
જ.- લોક સંગીત ફકત જનમનરંજન કરનાર છે, જયારે શાસ્ત્રીય સંગીત તો જનમનરંજન કરનાર છે. તદુપરાંત આત્મોન્નતિનું પણ ઉચ્ચ કોટીનું સાધન છે તથા દેવદેવીઓને પણ પ્રસન્ન કરનાર છે.
સ્વર-પ્રકાર
સ.- સંગીત એટલે શું ?
જ.- સંગીત એટલે સારી રીતે ગાવું. સંગીતમાં પ્રથમ ગીત (ગાનકળા) બીજું વાઘ (વાદનકળા), તથા નૃત્ય એ ત્રણે કળાનો સમાવેશ કરેલો છે.
સ.- નાદ એટલે શું ?
૭૪.
સ.- સંગીતશાસ્ત્રમાં કેટલા નાદ છે ?
સંગીત ઉપયોગી અવાજને નાદ (ની) કહેવાય છે.
Y..
- સંગીતશાસ્ત્રમાં બાવીસ નાદ છે. તેમને શાસ્ત્રકાર શ્રુતિ: કહે છે.
સ.- બાવીસ નાદમાંથી મુખ્ય નાદ કેટલા છે ?
જ.- બાવીસ નાદમાંથી મુખ્ય નાદ સાત છે. તેમને સ્વર કહેવાય છે.
સ.- સંગીત શીખતી વખતે પહેલા શું શીખવું જોઇએ ?
61.- - પહેલાં સ્વરોનો અભ્યાસ કરવો જોઇએ.
સ.- સ્વર એટલે શું ?
જ.- સ્વર એટલે સંગીત નાદ. સજીવ પ્રાણીઓના મધુર અવાજને સ્વર કહેવાય છે. વળી જડપદાર્થોમાંથી ઉત્પન્ન થતી જેટલી ધ્વનીઓ મધુર હોઇ મનને આનંદ તથા શાન્તિ આપે છે તેને પણ સ્વર કહે છે.
સ.- સ્વર કેટલા છે તથા તેમનાં નામ શું શું છે ?
જ.- સ્વર સાત છે. તેમના નામ:ષડજ, રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત,
નિષાદ.
સ.- ગાતી વખતે આ સ્વરોનો ઉચ્ચાર શી રીતે કરવો ?
જ.- સા, રિ, ગ, મ, ૫, ધ, નિ.
સ.- સપ્તક એટલે શું ?
જ.- સાત સ્વરના સમૂહને સપ્તક કહે છે.
કનકકૃપા સંગ્રહ
૨૬૯