________________
88 કૃપા શાસ્ત્ર સંગ્રહ વિભાગ-૫
સંગીત શિક્ષણ સવાલવાદી સાથે साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशुः पुच्छविषाणहीनः॥
શાસ્ત્રીય જ્ઞાન વિદ્યાર્થીઓને સરળ પડે તથા રસમય થાય તેમજ પરીક્ષામાં ઘણા ઉપયોગી થઈ પડે તેથી પ્રશ્નોત્તરમાં શાસ્ત્રીય જ્ઞાન આપ્યું છે. જે વિદ્યાર્થીઓએ ખાસ મનન કરવું.
સ.- જૈનધર્મમાં સંગીતને સ્થાન છે કેમ?
જ.- જૈન પૂર્વાચાર્યોએ અજીતશાન્તિસ્તવન, પૂજાઓ, પદો, સ્તવનાદિ સંગીતમય રચેલાછે. પરમ ઉપકારી તીર્થકર ભગવાન પણ જયારે દેશના દેતા હતા ત્યારે માલકો રાગમાં આપતા હતા.
સ.-સંગીત આત્મકલ્યાણ માટે મહત્વનું સાધન છે?
જ.- હા ભકિતરસ પ્રધાન સંગીત કરી, અષ્ટાપદગિરી ઉપર રાવણ રાજાએ તીર્થંકર ગોત્ર ઉપાર્જન કર્યું છે. એટલે કે સંગીતમાં સર્વોપરિ શકિત છે.
સ.- સંગીત શીખવાથી મનુષ્યના જીવનમાં શા શા ફાયદા થાય છે?
જ. શારીરિક, માનસિક અને ધાર્મિક એ ત્રણ પ્રકારના ફાયદા થાય છે. અમુક રાગ ગાવાથી અમુક રોગ મટે છે, તેમજ શરીરને સ્કૂર્તિ અને તંદુરસ્તી મળે છે. જીવનમાં મન ઉપર થએલી ખરાબ અસર દૂર કરે છે. આનંદ અને ઉત્સાહ આપે છે. પ્રભુભકિત માટે સંગીત એ ઘણું જ મહત્વનું ગાયન (સાધન) મનાયું છે.
સ.-સંગીતના કેટલા ભાગ છે? જ.-સંગીતના બે ભાગ છે. (૧) શાસ્ત્રીય સંગીત (૨) લોક સંગીત. સ. શાસ્ત્રીય સંગીત કોને કહે છે?
જ.- રાગ, તાલ અને ભાવ તેના નિયમ પ્રમાણે સારી મધુર રીતે જે ગાયનો ગાવામાં આવે છે તેને શાસ્ત્રીય સંગીત કહેવાય છે.
સ.- લોકસંગીત કોને કહે છે?
જ.- જે સંગીતથી સામુદાયિક જનસમાજને આનંદ પડે છે તેને લોકસંગીત કહે છે. જેમકે હાલરડાં, ભજન, રાસ, ગરબા, સીનેમાના ગાયનો વગેરે. આવાં ગીતોમાં શાસ્ત્રના નિયમ બારીકાઇથી પાળવામાં આવતા નથી.
સ.- ભકિતરસમાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત કરતાં વધુ મહત્વનું સાધન કેમ
૨૬૮
કનકકુપા સંગ્રહ