________________
સ.-સપ્તક કેટલાંછે?
જ.-સપ્તક ઘણાં છે, પરંતુ સામાન્ય રીતે મનુષ્યનો અવાજ ત્રણ સપ્તક સુધી હોય છે એટલે પ્રચારમાં ફકત ત્રણ જ સપ્તક ગણાય છે.
સ.- ત્રણ સપ્તકનાં કયાં કયાં નામ છે? જા-મંદ્ર, (ખરજ) મધ્ય અને તાર. (ટીપ) સ.- આ ત્રણે સપ્તકોનો અવાજ કયા કયા નાદ સ્થાનેથી નીકળે છે?
જ.- મંદ્રસપ્તકનો અવાજ હદયમાંથી, મધ્યસપ્તકનો અવાજ કંઠ સ્થાનમાંથી અને તાર સપ્તકનો અવાજ તાલુસ્થાનેથી નીકળે છે?
સ.- આરોહ એટલે શું? જ.-સ્વરને ઉચે ચઢાવવાના કમને આરોહ કહે છે. દા.ત.- સા, રિ, ગ, મ, ૫, ધ, નિ, સા. સ.- અવરોહ એટલે શું? જ.- સ્વરને નીચે ઉતારવાના કમને અવરોહ કહે છે. દા.ત.- સા, નિ, ધ, ૫, મ, ગ, રિ, સા. સ.- અવિકૃત (અચલ) સ્વર કયા છે?
જ.- જે સ્વરો કોમળ અગર તીવ્ર થતા નથી અને હંમેશાં શુદ્ધજ રહે છે તેવા સ્વરને અવિકૃત અગર અચલ સ્વર કહે છે. આવા સ્વર ફકત બે જ છે. સા અને ૫
સ.- વિકૃત સ્વર કોને કહે છે?
જ.- જે સ્વરો કોમળ અગર તીવ્ર થાય છે. તેને વિકૃતસ્વર કહે છે. આવા સ્વર પાંચ છે, રિ-ર્ગ-ધ-નિ-ચાર સ્વર કોમળ અને ર્મ-તીવ્ર.
સ.- એક સપ્તકમાં કુલ કેટલા સ્વર હોય છે?
જ.- એક સપ્તકમાં કુલ બાર સ્વર. સા, રિ, ગ, મ, ૫, ધ, નિ સાત શુધ્ધ સ્વર, તથા રિ-ર્ગ-મ-ઈ-નિ પાંચ વિકૃતસ્વર એકંદર કુલ બાર સ્વર.
સ.- શુધ્ધ,કોમળ તથા તીવ્ર કોને કહે છે?
જ.-કુદરતી નિયમ પ્રમાણે જે સ્વર નીકળે છે તેને શુદ્ધ સ્વર કહે છે. શુદ્ધ સ્વરથી (અડધો) ઉતરતો અવાજ હોય તેને કોમળ તથા શુદ્ધ સ્વરથી (અડઘો) સ્વર ચઢતો હોય તેને તીવ્ર સ્વર કહે છે.
સ.- અવાજ માપવા માટે શું સાધન છે?
૨૭૦
કનકથા સંગ્રહ