________________
વર્તમાનકાળ સાથે ગુણતાં (૫૦૪૩=૧૫૦) દોઢસો કલ્યાણક થાય.
તેમાં તીર્થકરના ત્રણ નામ લેવા. ત્રણ તીર્થકરના પાંચ કલ્યાણક થાય. એક તીર્થકરના ત્રણ કલ્યાણક અને બે તીર્થંકરના એક-એક કલ્યાણક મળી પાંચ થાય એટલે એક-એક ક્ષેત્રમાં તીર્થકર ત્રણ-ત્રણ એટલે દશ ક્ષેત્રે ત્રણ-ત્રણ લેતા ૩૦ થાય, અતીત. અનાગત અને વર્તમાને ગુણતાં ૯૦ તીર્થંકરના દોઢસો કલ્યાણકો મૌન એકાદશીના દિવસે થાય છે.
એકાદશીના ૩૦૦ કલ્યાણકો ઋષભદેવ, અજિતનાથ, સુમતિનાથ, પદ્મપ્રભુ અને સુપાર્શ્વનાથ એ પાંચ ભરત અને ઐરાવત મળી ૧૦ ક્ષેત્રે ગુણતાં ૫૦ થાય. તેને અતીત, અનાગત અને વર્તમાને ગણતાં (૫ ૧૦=૫૦૩=૧૫૦). દોઢસો થાય. અને મૌન એકાદશીના ઉપર કહેલ ૧૫૦ ભેળવતાં ૩૦૦ કલ્યાણક એકાદશીના થાય.
પાંચસો (૫૦૦) કલ્યાણકો વિમલનાથથી માંડીને નેમનાથ પર્યત ૧૦ જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણક હોવાથી ૧૦ ૫=૫૦ થાય. તેને ભરતાદિક દશ ક્ષેત્રે ગુણતાં ૫૦ ૧૦=૫૦૦ થાય. આ પ્રમાણે ૫૦૦ કલ્યાણકો લેવા.
શાશ્વતી આયંબીલની ઓળીનું તેર હજાર ગામણું (૧) અરિહંતના ૧૨
(૬) દર્શનના (૨) સિદ્ધના ૮
(૭) જ્ઞાનના ૫ (૩) આચાર્યના
(૮) ચારિત્રના ૧૦ (૪) ઉપાધ્યાયના ૨૫
(૯) તપના ૨ (૫) સાધુના ૨૭
એટલે પહેલા પદની બાર નવકારવાળી, બીજા પદની ૮ નવકારવાળી એવી રીતે દરેક પદની મળી ૧૩૦ નવકારવાળી ગણીએ તો તેર હજાર ગણણું થાય.
અને ગુણોનું તેર હજાર ગણું હોય તો એકેક ગુણે એક એક નવકારવાળી ગણીએ તો તેર હજાર ગણણું થાય.
ત્રેસઠ શલાકા પુરુષો ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તિઓ, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષ થાય છે.
કનકકૃપા સંગ્રહ
૨૫ -
૨૬૫