________________
૧૬૦ તીર્થકરોનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય.
ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણીનાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં અને અવસર્પિણી કાળના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં ધર્મ હોય. મહાવિદેહ ક્ષેત્રમાં સદાય ચોથા આરાનો ભાવ, હોય ત્યાં ચડતી-પડતો કાળ ન હોય.
વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં થઈને ૨૦ તીર્થકરો વિચરી રહ્યા છે, માટે તે ૨૦ વિહરમાન કહેવાય છે. જંબૂદીપના ૧ મહાવિદેહમાં સીમંધર સ્વામી આદિ ચાર, ધાતકી ખંડ ૨ મહાવિદેહના મળી ૮, અને અર્ધ પુષ્કરદ્વીપના ૨ મહાવિદેહના મળી ૮, એમ કુલ ૨૦ વિહરમાન જિન થાય છે. તે દરેક ભગવંતનો પરિવાર ૧૦૦ કોડ સાધુ, ૧૦૦ કોડ સાધ્વીજી અને ૧૦ લાખ કેવળી હોય છે. પાંચ મહાવિદેહના મળી ૨ ક્રોડ કેવળી ભગવંતો વર્તમાન કાલે વિચરી રહ્યા છે.
ચાર શાશ્વત તીર્થકો-દેવલોક વગેરે સ્થાને શાશ્વત જિનમંદિરોમાં જે પ્રતિમાઓ છે, તેમના નામ આ મુજબ છે. ૧ ર8ષભ, ૨ ચંદ્રાનન, ૩ વારિષણ, અને ૪ વર્ધમાન. સહસ્ત્રકૂટમાં (૧૦૨૪) એક હજાર ને ચોવીશ પ્રતિમા
પાંચ ભરત, પાંચ ઐરવત એ દશ ક્ષેત્રની અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના મળી (૧૦X૩૮૨૪=૭૨૦) સાતસો ને વીશ પ્રતિમાજી થયા.
પાંચ મહાવિદેહમાં ૩૨-૩૨ વિજયો છે. તેથી (૩૨ x ૫=૧૬૦) પાંચ મહાવિદેહની વિજયોના એકસો સાઠ જિનતિમાજી લેવા.
વર્તમાન ચેવીશીના ૨૪ તીર્થકરના પાંચ પાંચ કલ્યાણકો મળી ૧૨૦ કલ્યાણક થાય, તે સંબંધી ૧૨૦ પ્રતિમાજી લેવા.
તેમજ ૨૦ વિહરમાનજિનના ૨૦ પ્રતિમાજી તથા ચાર શાશ્વત તીર્થકરના ચાર પ્રતિમાજી લેવા.
આ રીતે ( ૭૨૦+૧૬૦+૧૨૯+૨૦+૪=૧૦૨૪) એક હજારને ચોવીશ પ્રતિમાજી સહસ્ત્રકૂટમાં હોય છે.
મૌન એકાદશીના (૧૫૦) દોઢસો કલ્યાણક પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક લેવા તે આ પ્રમાણે.:- માગસર સુદ એકાદશી
એક જન્મ કલ્યાણક, બે દીક્ષા કલ્યાણક અને બે કેવળજ્ઞાન કલ્યાણક. એ પાંચ કલ્યાણક દશ ક્ષેત્રમાં લેતાં (૫ x ૧૦=૫૦) પચાસ થાય તેને અતીત, અનાગત અને
કનકકૃપા સંગ્રહ