________________
ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય એ વખતે દસ ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ ઉપજે, વધારે નહિ, એ દસ જઘન્ય જાણવા.
ભરત-ઐરવતના દશે મોક્ષે જાય ત્યારે એકેક મહાવિદેહમાં ચાર ચાર જન્મે એટલે પાંચ મહવિદેહમાં (૫ x ૪=૨૦) વીશ તીર્થંકર ભરત ક્ષેત્રના સત્તરમા તથા અઢારમા તીર્થંકરની વચ્ચે થાય. એ જઘન્યથી જાણવા.
એમ મહાવિદેહના ૨૦ તીર્થંકર ભરતક્ષેત્રના ૨૦ મા તથા ૨૧ મા તીર્થંકરની વચ્ચે . સંયમ લઈને કેવળી થાય. તે વખતે પાંચ ભરતના, પાંચ ઐરવતના અને મહાવિદેહના ૨૦ મળી કુલ ૩૦ તીર્થંકરો હોય તે મધ્યમથી જાણવા.
જ્યારે ભરતમાં ચોવીશમા તીર્થંકર મોક્ષમાં જાય ત્યારે મહાવિદેહમાં વીશ વિચરતા છે, એમ જાણવું
હમણા મહાવિદેહમાં ૨૦ તીર્થંકરો વિચરે છે, તે આવતી ચોવીશીના ભરતક્ષેત્રમાંના સાતમા જિનના વારે મોક્ષે જશે. અને આઠમા તીર્થંકર નહિ જન્મે ત્યા સુધી દશ ક્ષેત્રમાં સાથે વિરહ થશે, એમ જાણવું.
આ પ્રમાણે પછી આઠમા તીર્થંકરથી જેમ પૂર્વે કહ્યુ તે રીતે ૧૭૦ થશે, એમ ૧૭૦૨૦-૩૦ થયા, થાય અને થશે.
તીર્થંકરના ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક અર્ધી રાત્રે થાય. ભરત ને ઐરવતમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય. તે માટે એકી સાથે ૨૦ ને ૧૦ નો જ જન્મ હોય.
તીર્થંકર દેવોનો જન્માભિષેક મેરુ પર્વત ઉપર પાંડુકવનમાં આવેલી શીલાઓ ઉપરના સિંહાસન ઉપર કરવામાં આવે છે, પ્રથમ જણાવ્યા મુજબ પાંચ મેરુ છે. દરેક મેરુ ઉપરના પંડુકવનમાં ચાર દિશામાં એકેક મળી ચાર શીલાઓ છે. તેમાં જે શીલા પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે તેના ઉપર બબ્બે સિંહાસનો છે અને શીલા ઉત્તર અને દક્ષિણ દિશામાં છે, તેના ઉપર એકેક સિંહાસન છે, જ્યારે એકેક મહાવિદેહમાં એકી સમયે ચાર-ચાર તીર્થંકર જન્મે ત્યારે પાંચ મહાવિદેહના (૫ × ૪=૨૦) વીશ તીર્થંકરોનો જન્માભિષેક એક સમયે થાય, પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ તીર્થંકરો એકી સમયે જન્મે ત્યારે દશ જન્માભિષેક એક સમયે થાય.
એ રીતે એક સમયે વીશ અથવા દસ જન્મે, વધારે નહિ, થોડા સમય (કલાક) બાદ બીજા જન્મે, એ રીતે પાંચ મહાદેવનીસર્વ વિષયોના મળી ૧૬૦ પુરા થાય. પણ તે સર્વે એકી સમયે જન્મે નહિ. કારણ કે સર્વે મળી ને સિંહાસન ત્રીશ છે. તો દરેકનો જન્માભિષેક એકી સાથે કેવી રીતે થાય ? માટે એક સમયમાં તો વીશ અથવા દશ જન્મે, વધારે નહિં.
કનકકૃપા સંગ્રહ
૨૬૩