________________
ધાતકીખંડમાં-વિજય અને અચલ.
૩ પુષ્કરાર્ધદ્વીપમાં-પુષ્કરાર્ધ અને વિદ્યુન્માલી. પાંચ ઈન્દ્રિયોનો વિષય
૧ સ્પર્શનેન્દ્રિયનો વિષય બાર યોજનનો છે. ૨ રસનેન્દ્રિયનો વિષય અપ્રાપ્યકારી છે.
૩ ઘ્રાણેન્દ્રિયનો વિષય નવ યોજન છે.
૪ ચક્ષુરિન્દ્રિયનો વિષય ૧ લાખ યોજન છે.
૫ શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજન છે. તે આ રીતે
૧ સ્પર્શનેન્દ્રિયથી ઠંડી અગર ગરમ હવા લે.
૨. રસનેન્દ્રિયથી લીંબુ આદિને કરવાથી મોઢામાં પાણી આવે.
૩ ઘ્રાણેન્દ્રિયથી વરસાદની સુગંધ આવે.
૪ ચક્ષુરિન્દ્રિયથી વૈક્રિયશરીર એક લાખ જોજનનું હોય તે પણ દેખે.
૫ શ્રોત્રેન્દ્રિયથી વરસાદ ગાજતો સાંભળે.
આઠ આત્માનાં નામ
૧ દ્રવ્યાત્મા, ૨ કષાયાત્મા.૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા.
એક્સો સીતેર (૧૭૦) તીર્થંકરોનો વિચાર
ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકરો હોય છે. ક્યા ક્યા કાળે કેટલા હોય તે આ પ્રમાણે
૨૬૨
ઉત્સર્પિણી (ચઢતો કાળ)માં ભરતક્ષેત્રમાં આઠમા તીર્થંકર વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થંકરો ઉપજે. તેની સંખ્યા આ પ્રમાણે-૫ ભરત, ૫ ઐરવત તથા પાંચ મહાવિદેહની ૩૨ X ૫=૧૬૦ વિજય મળી ૧૭૦ શ્રેત્રમાં એક એક તીર્થંકર વિચરે. તે તીર્થંકરો અવસર્પિણી ( પડતો કાળ )ના સોળમા તીર્થંકર સુધી હોય. જ્યારે ભરત-ઐરવતે ૧૦ તીર્થંકર ન હોય ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હોય. કોઈ કેવળી, કોઈ પરણેલ, કોઈ બાળક હોય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવળજ્ઞાન થાય. પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણીના આઠમા તીર્થંકરથી અવસર્પિણઈના સોળમા તીર્થંકર સુધી વિરહ ન પડે. ભરત-ઐરવતમાં વિરહ પડે, પણ મહાવિદેહમાં ૧૬૦ હોય. જ્યારે અવર્ષિણીકાળમાં સોળમા તીર્થંકર મોક્ષે જાય
કનકકૃપા સંગ્રહ