________________
(૩) ઘાણેન્દ્રિયના બે-૧ સુરભિગંધ અને ૨ દુરભિગંધ.
(૪) ચક્ષુરિન્દ્રિયના પાંચ-૧ કાળો, ર ધોળો, ૩ લીલો, પીળો અને ૫ રાતો. (૫) શ્રોત્રેન્દ્રિયના ત્રણ-૧ સચિત્ત, અચિત્ત અને ૩ મિશ્ર.
પાંચ ઈન્દ્રિયોના ૨૫ર વિકારો. ૧ સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકારો-આઠ સ્પર્શને સચિત્ત. અંચિત અને મિશ્ર સાથે ગુણતાં ૮ ૪૩=૨૪ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૨૪x૨=૪૮ થાય. અન્નેને રાગ અને દ્વેષ એ બે સાથે ગુણતાં ૪૮x૨=૯૬ થાય.
૨ રસનેન્દ્રિયના ૬૦ વિકારો-પાંચ રસને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૫ x ૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫ x ૨=૩૦ થાય ચે. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦x =૬૦થાય.
૩ ઘાણેન્દ્રિયના ૨૪ વિકારો-બે ગંધને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૬ x ૨=૧૨ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૨ x ૨=૨૪ થાય.
૪ ચક્ષુરિન્દ્રિયના ૬૦ વિકારો-પાંચ વર્ણને સચિત્ત, અચિત અને મિશ્ર સાથે ગુણતાં ૫ x ૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫ x ૨=૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦૪૨૦૬૦થાય.
૫ શ્રોત્રેન્દ્રિયના ૧૨ વિકારો-સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દને શુભ અને અશુભ સાથે ગુણતાં ૩૪ ૨૬ થાય. અને તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૬ x ૨=૧૨ થાય.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયોના ૨૫૨ વિકારો થાય છે. ૩ કષાય- ત્રીજો પ્રમાદ કષાય તે કોધ-માન-માયા-લોભ વગેરે જાણવા. ૪ નિદ્રા- ચોથો પ્રમાદ નિદ્રા તે ધર્મકાર્યમાં આળસ કરે, ઉદ્યમવંત ન બને તે. ૫ વિકથા-પાંચમો પ્રમાદ વિકથા એટલે પારકી નિંદા-કુથલી કરે તે, રાજકથા, ભક્તકથા, દેશકથા, અને સ્ત્રી કથા એમ ચાર ભેદે છે.
પાંચ મેરુનાં નામો ૧ સુદર્શનમેરુ, ૨ વિજયભેરુ, ૩ અચલમેરુ, ૪ પુષ્કારાઈ (અંદર) મેરુ અને ૫ વિદ્યુમ્ભાલી.
૧ જંબૂદ્વીપમાં-સુદર્શનમેરુ. કનકકૃપા સંગ્રહ
૨૬૧