________________
૫ પ્રજાપતિ (વનસ્પતિ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૬ જંગમ (ત્રસ) ત્રસકાય જીવની રક્ષા કરે
સાધુ નવાકોટી શુદ્ધ આહાર લે તેની સમજ ૧ મન-વચન,કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલો જાણે નહિ.
૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદાવે નહિ, અને ખરીદતાને ભલો જાણે નહિ.
૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલો જાણે નહિ. એમ કુલ નવમોટી થાય.
પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧મદ, ૨ વિષય,૩ કષાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદો છે. ૧ મદનાં આઠ ભેદ
૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૨ કુળમદ-મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૩ બળમદ-શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે. ૪રૂપમદ-અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપનો અહંકાર કરવો તે. પતપમદ-ઘણો તપ કરે તેનો અહંકાર કરવો તે. ૬ રદ્ધિમદ-દ્ધિનો-ઐશ્વર્યનો મદ કરવો તે. ૭ વિદ્યામદ-જ્ઞાનનો અહંકાર કરવો તે. ૮ લાભમદ-લાભ થાય તેમ લોભ વધે, લોભથી મળેલ વસ્તુનો અહંકાર કરવો તે. ૨ વિષય-પાંચ ઈદ્રિયોના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિયોના વિષયો ૨૩થાય છે.
(૧) સ્પર્શનેન્દ્રિયના આઠ-૧ હલકો, ૨ ભારે, ૩ લુખો, ૪ ચોપડેલો, ૫ સુંવાળો, ૬ ખરબચડો, ૭ ટાઢો અને ૮ ઉષ્ણ. | (૨) રસનેન્દ્રિયના પાંચ-૧ તીખો, ૨ કડવો ૩ કસાયેલો, ૪ ખાટો અને ૫
મધુર.
૨૬૦
કનકકુપા સંગ્રહ