________________
દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે.
ઉત્તર દિશામાં - રક્તબલ શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશામાં - પાંડુક કંબલ શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે.
એ ચાર શિલાઓ ઉપર જે સિંહાસનો કહ્યા તે દરેક સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા અને ૨૫૦ ધનુષ પહોળાં તેમજ ચાર ધનુષ ઉચાં રત્નમય છે.
મેરૂના જે ચાર વન કહ્યા તે દરેક દિશાએ સિધ્ધભગવાનનાં ચાર દેરાં છે અને દરેકની વિદિશીમાં ચાર ચાર વાવ્યો છે. તે ચાર વાવ્યો વચ્ચે પ્રાસાદાવતંસક છે, ભદ્રશાળવને ૮ દિશી હસ્તિકૂટ છે અને પાંડુંક વને ચાર અભિષેક શિલા છે.
તે મેરૂ શાનો છે? તે મેરૂ માટી પથ્થરા વજરત્ન અને કાંકરાનો જમીનમાં છે. ત્યાંથી નંદનવન સુધી સ્ફટીકને એકરત્નો છે. ત્યાંથી સોમનસ વન સુધી સોના તથા રૂપાનો છે. ત્યાંથી પાંડુક વન સુધી લાલ સોનાનો છે. બીપરમાભાછું સ્વરૂપ કેવું હોય ?
કોઈ પણ તીર્થકરને સ્વરૂપ તથા બળ અનંતગણું હોય છે.
તો તેમનું સ્વરૂપ તથા બળ આપણે જોઈ લઈએ. ૧. સામાન્ય રાજાથી અધિક રૂપ મંડલીક રાજામાં હોય છે, ૨. તેનાથી અધિક રૂપ બળદેવમાં હોય છે, ૩. તેનાથી અધિક રૂપ વાસુદેવમાં હોય છે, ૪. તેનાથી અધિક રૂપ ચકવર્તીમાં હોય છે, ૫. તેનાથી અધિક રૂપ વ્યતરમાં હોય છે, ૬. તેનાથી અધિક રૂપ ભવનપતિમાં હોય છે, ૭. તેનાથી અધિક રૂપ જ્યોતિષીમાં હોય છે, ૮. તેનાથી અધિક રૂપ ૧ લા વૈમાનિકમાં હોય છે.
અનુક્રમે ૧૨ વૈમાનિક જાણવા. પહેલો, બીજો, ત્રીજે, આ રીતે ૧૨ વૈમાનિકથી અધિક રૂપ નવરૈવેયકમાં હોય છે, તેનાથી અધિક રૂપ પાંચ અનુત્તરમાં હોય છે, તેનાથી અધિક રૂપ આહારક શરીરમાં હોય છે, તેનાથી અધિક રૂપ એક ગણધરનું હોય છે, એવા
૧૦
કનકકુપા સંગ્રહ