________________
જંબદ્વીપ સુદર્શન નામે મેરૂનું વર્ણન
જે મેરૂ ઉપર ૬૪ ઈન્દ્રો ભગવાનનો જન્માભિષેક કરે છે. તે મેરૂ પર્વત ૧ લાખ યોજનનો છે. ૧૦0 યોજન જમીનમાં છે, ત્યાં મૂળમાં ૧૦૮૯૧ યોજન પહોળો છે,
ત્યાં તેની પરિધી ૩૧૯૧૦ યોજન છે. સંભૂતળાયે (ભદ્રશાળવન) ત્યાં ૧૯૦યોજન પહોળાઈ છે, ત્યાં તેની પરિધી ૩૧૬૨૩યોજન છે.
પૂર્વેનું તથા પશ્ચિમનું ભદ્રશાળ વન ૨૨૦૦૦-૨૨૮૦ અને ઉત્તર-દક્ષિણનું ૨૫૦૨૫૦ યોજન વિસ્તાર છે.
આ ભદ્રશાળ વનથી ૫૦૦ યોજન ઉચે નંદનવન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૯૯૫૪ યોજન અને પરિધિ ૩૧૪૭૯ યોજન છે.
નંદન=વનના મૂળમાં મેરૂની પહોળાઈ ૮૯૫૪ યોજન અને પરિધિ ૨૮૩૧૬ યોજનની છે. આ નંદનવન મેરૂની આસપાસ ગોળ ચકાવે ૫00 યોજન છે. નંદનવનથી૬૨૫૦૦ યોજન ઉચે સોમનસ વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૪૨૭૨ યોજન છે, અને પરિધિ ૧૩૫૧૧ યોજન છે, સોમનસ વનના મૂળમાં મેરૂની પહોળાઈ ૩૨૭૨ યોજન છે, અને પરિધિ ૧૦૩૪૯ યોજન છે. આ સોમનસ વનમાં મેરૂની આસપાસ ગોળ ચકાવે ૫૦૦ યોજન છે.
સોમનસ વનથી ૩૬૦00 યોજન ઉચે પાંડુક વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૧૦૦૦ યોજન અને પરિધિ ૩૩૧૬ યોજન ઝાઝી છે.
આ પાંડુક વનના મૂળમાં (વચ્ચે)૪૦ યોજન ઉચે ચૂલિકા છે, ત્યાં તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે, અને તેની પરિધિ ૩૭ યોજન છે, વચમાં ૮ યોજન પહોળી છે, છેક ઉપર બાર યોજન પરિધિ છે, ચાર દિશામાં ચાર સિધ્ધાયતન ને વિદિશી માં ચાર ચાર વાવ્ય છે. તે ચુલિકા ઉપર-એક સિધ્ધ ભગવાનનું દેરૂં , તે એક ગાઉ લાંબુ અને અધ ગાઉ પહોળું છે ને ૧૪૪૦ ધનુષ્ય ઉચુ છે.
પાંડુક વન ચુલિકાને ગોળ ચકાવે વિંટાયેલું ૪૯૪ યોજન છે. પાંડુક વનની બહાર ચાર દિશાએ દરેક અર્ધ ચંદ્રકારે અણ સુવર્ણમય ચાર શિલાઓ છે, ત્યાં પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ તથા ભરત અને ઐરાવત ક્ષેત્રના તીર્થકરોનો જન્માભિષેક કરાવાય છે. તે આ પ્રમાણે.
પૂર્વ દિશામાં - પાંડુક શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણ એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. પશ્ચિમ દિશામાં રક્ત શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, તે ઉત્તરના સિંહાસને વિદેહમાં ઉત્પન થતા અને
કનકકૃપા સંગ્રહ