________________
૫ ગ્રામૈષણાના દોષો મળી ૪૭ ગોચરીના દોષો થાય છે. તે દોષોનો ત્યાગ કરવો.
અઢાર હજાર શીલાંગ રથ जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य। सीलंग-सहस्साणं अट्ठारस-सहस्स णिप्फत्ती॥
“યોગ, કરણ, સંજ્ઞા, ઈદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણ ધર્મ એ રીતે શીલના અઢાર હજાર અંગોની નિષ્પત્તિ-સિદ્ધિ થાય છે'' વિશેષ સમજ નીચે પ્રમાણે
યતિધર્મ દશ પ્રકારનો છે-૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અર્કિચનપણું, અને ૧૦ બ્રહ્મચર્ય. એ શીલના દશ અંગ થયા.
હવે એ દશ યતિધર્મથી યુક્ત એવા મુનિએ ૧ પૃથ્વીકાય સમારંભ, ૨ અપકાયસમારંભ, ૩ તેજસ્કાય-સમારંભ, ૪ વાયુકાય-સમારંભ, ૫ વનસ્પતિકાય-સમારંભ, ૬ દ્વિીન્દ્રિય-સમારંભ, ૭ ત્રીન્દ્રિય-સમારંભ, ૮ ચતુરિન્દ્રિય-સમારંભ, ૯ પંચેન્દ્રિય-સમારંભ, ૧૦ અજીવ-સમારંભ. એ દશ સમારંભોનો ત્યાગ કરવાનું છે, તેથી દસ યતિધર્મ રૂપ દશ ગુણો દસ-દસ પ્રકારના થતાં ૧૦૮ ૧૦=૧૦૦ શીલનાં અંગો થયા.
આ યતિધર્મ યુક્ત પતના (૧૦ ૧૦=૧૦૦ ભેદો ) પાંચ ઈદ્રિયોના જયપૂર્વક કરવાની છે, તેથી તે સો પ્રકારને પાંચ ઈદ્રિયોના જયરૂપ પાંચ પ્રકારે ગુણતાં ૧૦૦ ૫=૫૦૦ ભેદ થયા.
તે યતિધર્મયુક્તિ યતના વડે કરવામાં આવેલ ઈદ્રિયજય (૧૯ ૧૯ ૫=૫૦) આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હોવો જોઈએ. તેથી ૫૦ X૪=૨૦૦૮ ભેદ થયા.
તે દરેક ભેદ મન-વચન-કાયાથી ન કરવા રૂપ, ન કરાવવા રૂપ અને ન અનુમોદવા રૂપ હોવાથી (૩*૩=૯) દરેક ભેદના ૯-૯ ભેદ થવાથી (૨૦૦૦x૮=૧૮૦૦૦) અઢાર હજાર શીલના ભેદો થાય છે. તેની સ્પષ્ટ સમજ માટે અહીં શીલાંગ રથ આપવામાં આવે છે. પેજ નં. ૧ ઉપર
સાધ્વીજીના ઉપકરણ કેટલાં? ૧ અવગ્રહાંતક=લંગોટ ઓડીના આકાર જેવો. ૨ પટ્ટા કમરે બાંધવાનો પટ્ટો. ૩ અધોશિકા=નાની ચડી. ૪ ચલણિકા=મોટી ચડી (કસ બંધાય તેવી). ૫ અત્યંતર નિવસની દરનો નાનો સાડો.
૨૫૮
કનકકૃપા સંગ્રહ