________________
૫. સહુત-સચિત્ત વસ્તુ વાસણમાંથી ખાલી કરીને તેમાં અચિત્ત લઈને આપે તે ગ્રહણ વગેરેના હાથથી વહોરે તે.
૬ દાયક-બાળ, વૃદ્ધ, નપુંસક, આંધલ, લંગડો, અને ગર્ભિણી સ્ત્રી વગેરેના હાથથી વહોરે તે.
૭ ઉત્મિશ્રદાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વગેરેથી મિશ્રિત હોય તેવી વસ્તુ ગ્રહણ કરે છે.
૮ અપરિણ-પૂર્ણ અચિત્ત થયા વિના એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત હોય તે ગ્રહણ કરે છે.
૯ લિપ્ત- કોઈ ઘી-દહીં-દૂધ-ખીર આદિથી હાથ કે ભાજન ખરડીને આપે તે ગ્રહણ કરે તે.
૧૦ છર્દિત-ઘી આદિના છાંટાં પડતા આપે તેવા આહારાદિ લે તે. ૪ ગ્રામૈષણાના પાંચ દોષો:
૧ સંયોજના- રસના લોભથી રોટલી વગેરે દ્રવ્યોને ખાંડ-ઘી વગેરે મિશ્રિત (સંયોજિત) કરવા તે.
૨ પ્રમાણ-પ્રમાણ ઉપરાંત વધુ ખાય તે.
૩ અંગાર- દેનારના અગર સારા આહારના વખાણ કરીને ગોચરી વાપરે છે. અંગાર એટલે રાગરૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કોલસા) સરખું બનાવે છે.
૪ ધૂમ-બેસ્વાદ કે અનિષ્ટ અન્નાદિની કે તેના દેનારની નિંદા કરતો ભોજન કરે, તે ચારિત્રને નિંદારૂપી ધૂમાડાથી કાળું બનાવે છે.
૫ કારણાભાવ-નીચે બતાવેલા છે કારણ વિના ભોજન કરવાથી સાધુને કારણાભાવ દોષ લાગે છે. તે છે કારણો આ પ્રમાણે:
वेअणवेयावच्चे इरिअट्ठाए असंजमट्ठाए। तह पाणिवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥१॥
(૧) સુધાવેદના શમાવવા માટે (૨) આચાર્યાદિની વૈયાવચ્ચ માટે (૩) ઈસમિતિની શુદ્ધિ માટે. (૪) સંયમના અર્થે. (૫) પ્રાણોને ટકાવી રાખવા માટે, અને (૬) ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે. આમ છ કારણોએ સાધુને આહાર લેવાનું કહ્યું છે.
આ પ્રમાણે ૧૬ ઉદ્દગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ ગ્રહમૈષણાના દોષો, અને કનકકૃપા સંગ્રહ
૨૫૭.