________________
મળ-મૂત્રાદિકનો ત્યાગ કરવો તે.
૬. મનોગુપ્તિ-મનને સાવઘમાર્ગના વિચારમાંથી રોકવું, અને સમ્યક વિચારમાં પ્રવર્તાવવું તે.
૭. વચનગુપ્તિ-સાવધ વચન ન બોલવું અને નિરવધ વચન બોલવું તે. ૮. કાયગુપ્તિ-કાયાને પાપમાર્ગથી રોકી નિરવધ્ય ક્રિયામાં જોડવી તે.
પર અનાચારો . ૧. ઔદેશિક સાધુના માટે કરેલ સાધુને ન કલ્પ. ૨. ક્રી-વેચાતું લાવેલ હોય તો ન કલ્પ. ૩. આમંત્રણ-બોલાવે અગર આમંત્રણ કરે તે ન કલ્પ. ૪. અભ્યાહત-સામે લાવેલ આહાર ન કલ્પ. ૫. રાત્રિભક્ત-રાત્રિભોજન સાધુને ન કલ્પ. ૬. નાન-સ્નાન કરવું તે સાધુને ન કલ્પ. ૭. ગંધ-ચંદન વગેરે ગંધનો ઉપયોગ ન કલ્પ. ૮. માલ્ય-પુષ્પનીમાળા પહેરવીન કલ્પ. ૯. વિંજન-પવન ખાવો ન કલ્પ. ૧૦. ગૃહિપાત્ર-ગૃહસ્થના વાસણમાં ખાવું ન કલ્પ. ૧૧. સંનિધિ-ખાધ પદાર્થ રાત્રે રાખવા ન કલ્પ. ૧૨. રાજપિંડ-અતિપોષક એવો રાજાઓનો આહાર ન કલ્પ. ૧૩. કિમિચ્છિત-સાધુને પૂછીને ગૃહસ્થ બનાવે તેન કલ્પ. ૧૪. સપ્તાહમ-તેલ વગેરે માલીસ કરાવવું ન કલ્પ. ૧૫. દંતપશોધન-દાતણ કરવું ન કલ્પ. ૧૬. સંપૃચ્છના-ગૃહસ્થના યોગક્ષેમની વાર્તામાં રસ લેવો ન કલ્પે. ૧૭. દેહપ્રલોકન-શરીરના રૂપને આરીસામાં જવું ન કલ્પ. ૧૮. અઠાવલે-આઠ પાસા જુગારાદિ રમવું ન કલ્પ.
કનકથા સંગ્રહ
૨૫૧