________________
૧. વસતિ-જ્યાં ઘણા પશુ પંખી: સંબંધી મૈથુન જેવામાં આવે એવા સ્થાનમાં ન રહેવું.
૨. કથા-સ્ત્રીની સાથે મીઠા વચનો પૂર્વક સરગદષ્ટિથી નજર મીલાવીને વાતો ન કરવી. તેમજ સ્ત્રીની સાથે એકાંતમાં ગુપ્ત વાતો ન કરવી.
૩. નિસિજજ=આસન-સ્ત્રી બેઠેલ હોય તે જગ્યા ઉપર પુરુષ બેઘડી સુધી બેસે નહિ પુરુષ બેઠેલ હોય તે સ્થાન ઉપર સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ.
૪. ઈદ્રિય-સ્ત્રીના અંગોપાંગોને સરાગપણે જુએ નહિ. તે.
૫. કુયંતર-એક ભીંતને આંતરે અગર પરિચિત ભૂમિ પ્રમુખને આંતરે જ્યાં સ્ત્રીપુરુષ શયન કરતા હોય અથવા હાસ્ય-વિનોદ કરતા હોય, ત્યાં ન રહે.
૬. પૂર્વીડિત-પૂર્વે સંસારમાં જે કામ-વિલાસ આદિનું સેવન કર્યું હોય તેને યાદ ન કરે.
. પ્રણીત-સ્નિગ્ધ આહાર ન કરે. ૮. અતિમાત્રાહાર-અતિમાત્રા-નિરસ એવો પણ અધિક આહાર ન કરે. ૯. વિભૂષાણા-શરીરની વિભૂષા-ટાપટીપ ન કરે.
અષ્ટ પ્રવચન-માતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી ૮ પ્રવચન-માતા ગણાય છે. સમિતિ એટલ અહધર્મને અનુસાર સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી. અને ગુમિ એટલે કુશલમાં (સન્માર્ગમાં) પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે એ આદમી સંવર ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, માટે તે અવવનમાતા કહેવાય છે.
૧. ઈર્યાસમિતિ-યતનાપૂર્વક યુગ માત્ર ( 3 હાથ ) ભૂમિને દૃષ્ટિથી જોતાં ઉપયોગ રાખી સજીવભાગનો ત્યાગ કરીને ચાલવું, તે.
૨. ભાષાસમિતિ-સમ્યક પ્રકારે નિર્દોષ ભાષા બોલવી તે.
૩. એષણાસમિતિ-સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે જ દોષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે.
૪. આદાન-નિક્ષેપણાસમિતિ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને જોઈ-પ્રમાજી લેવાં, મૂકવાં તે.
૫. પારિકાપનિકાસમિતિ-જીવોથી રહિત ભૂમિ જોઈને તથા પૂંજીને વિધિપૂર્વક
૨૫૦
કનકકૃપા સંગ્રહ