________________
એ પાંચ સમિતિરૂપ પાંચ ભાવના જાણવી.
૨ બીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કોધથી જુઠું ન બોલે, (૨) માનથી જુઠું ન બોલે, (૩) માયાથી જુઠું ન બોલે, (૪) લોભથી જુઠું ન બોલે અને (૫) સાવધ વ્યાપાર ન કરે.
૩ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કોઈની તૃણ માત્ર વસ્તુ પણ વગર આપે લે નહિ, (૨) વનસ્પતિ તોડે નહિ. (૩) રાજ્ય પિંડ લે નહિ, (૪) નિર્દોષ ઉપાશ્રયમાં રહે, (૫) ગુરુ આદિકની વૈયાવચ્ચ કરે.
૪ ચોથા મહાવ્રતની પાંચ ભાવના-(૧) સ્ત્રી-પુરુષ સુતાં હોય તેની એક ભીંતને આંતરે ન રહે. (૨) સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૩) પૂર્વની કામકથાને સંભારે નહિ. (૪) અતિ આહાર લે નહિ. (૫) શરીરની શોભા કરે નહિ.
૫ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના-(૧) શબ્દ, (૨) રૂપ, (૩) રસ, (૪) ગંધ અને (૫) સ્પર્શ એ પાંચ ઉપર મૂર્છા ન રાખવી.
- પાંચ આચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારો
૧. જ્ઞાનાચાર-જ્ઞાન ભણે ભણાવે, જ્ઞાન, જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનની આશાતના ન કરે.
૨. દર્શનાચાર-દર્શન એટલે સમ્યકત્વ. શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી તે. તેઓની આશાતના ન કરવી.
૩. ચારિત્રાચાર-ચારિત્ર એટલે સંયમ. મન-વચન-કાયાથી ચારિત્રમાં સ્થિર; અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવું વિરાધના ન કરવી તે.
૪. તપાચાર- છ પ્રકારે બાહ્ય તપ અને છ પ્રકારે અત્યંતર તપ કોઈપણ જાતની અભિલાષા વિના કેવલ કર્મની નિર્જરા માટે જ કરવો તે.
૫. વીર્યાચાર-જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ આદિ આચારોમાં મન-વચન-કાયાના બળનો ઉપયોગ કરવો. આત્માના બળને ગોપવવું નહિ.
બ્રહ્મચર્ય (શયળ) ની નવ વાડો वसहि-कह-निसिजिं-दिय-कुडींतर-पुव्वकीलिये पणिए। अइमायाहार-विभूसणा य नव बंभचेर-गुत्तीओ॥ કનકકૃપા સંગ્રહ
૨૪૯