________________
વાસનાથી .કેમ ધાવવું. તે પણ તેને આવડે છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ વગેરે આત્માના અનિત્ય પર્યાયો છે. પોતાના ગુણોની અપેક્ષાએ આત્મા અવિચલિત અને અખંડિત છે. એટલે કે નિત્ય છે.
૩ આત્મા કર્માદિનો કર્તા છે-અનુપચરિત વ્યવહારનયથી આત્મા યોગોની મદદથી કર્મનો કર્તા છે. ઉપચરિત વ્યવહારનયથી આત્મા શહેર વગેરે પણ કર્તા છે. અને નિશ્ચયનયથી પોતાના ગુણોનો કર્તા છે.
૪ આત્મા ભોક્તા છે-વ્યવહારનયથી ‘આત્મા પુણ્યપાપના ફળોનો ભોગવનાર છે’ અને નિશ્ચયનયથી ‘આત્મા સ્વતંત્રપણે પોતાના ગુણોને ભોગવે છે. .
૫ આત્માનો મોક્ષ થાય છે-અચળ અને અનંત સુખના ધામ રૂપ મોક્ષ સ્થાનક છે આ જગતમાં આધિરૂપ મનનાં દુ:ખો છે, અને વ્યાધિરૂપ શરીરના દુ:ખો છે, જ્યારે મોક્ષમાં આધિ અને વ્યાધિનો અભાવ હોવાથી સંપૂર્ણ સુખ જ હોય છે.
૬ મોક્ષ મેળવવાનો ઉપાય છે-ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન એ બેનો મેળ મોક્ષ મેળવવાનો ઉપાય છે.
આ પ્રમાણે સમક્તિના સડસઠ ભેદો વિચારવા. સસક્તિ ગુણની આરાધના કરવાથી, પાલન કરવાથી (૧) રાગ-દ્વેષ ઘટે. (૨) સાચી શાન્તિ મળે. (૩) મન શુદ્ધ બને. (૪) સમભાવનું સુખ પ્રાપ્ત થાય. અને (૫) દુનીયામાં કોઈ તેની હરિફાઈ ન કરી શકે.
પાંચ મહાવ્રતનાં નામ
૧ સર્વત: પ્રાણાતિપાત વિરમણ-જીવહિંસાનો સર્વથા ત્યાગ.
૨ સર્વત: મૃષાવાદ વિરમણ-અસત્ય સર્વથા ન બોલવું.
૩ સર્વત: અદત્તાદાન વિરમણ-ચોરીનો સર્વથા ત્યાગ. તૃણમાત્ર પણ વગર આપે ન લેવું તે.
૪ સર્વત: મૈથુન વિરમણ-સર્વથા બ્રહ્મચર્ય પાળવું તે
૫ સર્વત: પરિગ્રહ વિરમણ-પરિગ્રહનો ત્યાગ એટલે કોઈ પણ વસ્તુ ઉપર મૂર્છા ધારણ ન કરવી. મૂ∞ાં પરિગ્રહ:
પાંચ મહાવ્રતની ૨૫ ભાવના
૧ પહેલા મહાવ્રતની પાંચ ભાવના-(૧) ઈર્યસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ઠાપનિકા સમિતિ
કનકકૃપા સંગ્રહ
૨૪૮
O