SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અપવાદ માર્ગે જે કામ કરવું પડે, છૂટ રાખવી પડે તે આગાર કહેવાય. તે છ ભેદે છે. ૧. રાજાભિયોગ-રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે છે. ૨. ગણાભિયોગ-ઘણા લોકોના દબાણથી કરવું પડે તે. ૩. બલાભિયોગ-ચોર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે છે. ૪. દેવાભિયોગ-ક્ષેત્રપાલ વગેરે દેવોના દબાણથી જે કરવું પડે . ૫. ગુરુ-નિગ્રહાભિયોગ-માતા-પિતા વગેરે વડીલોના દબાણથી, જે કરવું પડે ૬. ભીષણ-કતાર-વૃત્તિ-ભયંકર પરિસ્થિતિમાં સપડાવું પડ્યું હોય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઈ હોય, તેથી જે કરવું પડે છે. છ ભાવના ભાવના એટલે ઉત્તમ વિચારે, જેનાથી સમક્તિ વધુ દઢ થાય છે. તે જ છે. ૧. સમક્તિ ધર્મનું મૂળ છે. ૨. સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩. સમક્તિ ધર્મમંદિરનો પાયો છે. ૪. સમકિત ધર્મનો ભંડાર છે. ૫. સમક્તિ ધર્મનો આધાર છે. ૬. સમક્તિ ધર્મનું પાત્ર છે. આ રીતે છ ભાવનાઓ મજબુતપણે ભાવવી. છ સ્થાને જેમાં સમકિત સ્થિર થાય તેનું નામ સમકિતનું સ્થાનક કહેવાય. તે છ ભેદે છે. ૧ આત્મા છે.જેનામાં ચેતનારૂપ નિશાની છે, તે આતમા છે. દુધ અને પાણી જેમ એકબીજામાં મળી જાય છે, તેમ આતમા અને પુગલ-શરીર એક બીજામાં મળી, ગયેલા હોય છે, પણ ખરી રીતે આત્મા પુદ્ગલથી જુદો જ છે. જેમ હંસ દુધ પીએ અને પાણીને જુદું કરે છે, તેમ સ્વ અને પરની વહેચણ રૂપ અનુભવજ્ઞાનથી આત્માને પુદ્ગલથી જુદો જ સમજે. ૨ આત્મા નિત્ય છે-આત્મા નિત્ય હોવાથી અનુભવેલી પાછલી વસ્તુને યાદ કરી શકે છે. જેમ બાળકને જન્મતાની સાથે જ ધાવવાનું મન થાય છે અને પૂર્વની કનકકૃપા સંગ્રહ ૨૪૭
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy