________________
૫. જેથી ઘણા માણસો જૈનશાસનની પ્રશંસા કરે તેવી ખંતપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરવી.
પાંચ લક્ષણો જેનાથી સમક્તિ ગુણ ઓળખાય તે લક્ષણ કહેવાય, તે પાંચ પ્રકારે છે.
૧. ઉપશમ-કાધનો ત્યાગ: પોતાને નુકશાન કરનારનું યે મનથી પણ બુરું ન ચિંતવવું તે.
૨. સંવેગ-દેવો અને મનુષ્યોના સુખોને જે દુ:ખમય માને અને માત્ર મોક્ષની જ ઈચ્છા રાખે છે.
૩. નિર્વેદ- “એકલો ધર્મ જ સંસારથી તારનારો છે એમ બરાબર સમજી નારકી અને કેદખાના જૈવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી જવા ઈચ્છે છે.
૪. અનુકંપા-દયા. (૧) બાહ્યદષ્ટિથી દુ:ખીની જે દયા અને (૨) ભાવથી-ધર્મ રહિતની જે દયા: તે.
૫. આસ્તિકતા-“શ્રી જિનેશ્વરદેવોએ જે ઉપદેશ્ય છે, તે જરાપણ ખોટું નથી, પણ પુરેપુરું સાચું છે” એવો મનમાં દઢ વિશ્વાસ, તેનું નામ આસ્તિકતા.
(૧) બીજા ધર્મવાળાના ધર્મગુરુઓ, (૨) બીજા ધર્મવાળાના દેવો (૩) બીજા ધર્મવાળાઓએ જિનપ્રતિમા વગેરેને પોતાના તરીકે ઠરાવ્યા હોય કે તેમને કબજામાં રાખી તેમની રીતે પૂજતા-માનતા હોય તેમને વંદન વગેરે ન કરવું તે છ ભેદ છે.
૧. વંદન-બે હાથ જોડી પ્રણામ ન કરવો. ૨. નમન-માથું નમાવીને પ્રણામ ન કરવો. ૩. દાન:-ગૌરવ-ભક્તિપૂર્વક અન્નાદિકનું દાન ન દેવું.
૪. અનુપ્રદાન-વારંવાર દાન ન આપવું. કારણ કે કુપાત્રને પાત્રબુદ્ધિથી દાન આપવામાં આવે, તો તેમાં દોષ છે. તે દાન અનુકંપાદાન ન ગણાયા
૫. આલાપ-બોલાવ્યા વિના બોલવું તે આલાપ. તે ન કરે. ૬. સંલાપ-વારંવાર અન્ય ધર્મી સાથે ન બોલવું.
છ આગાર દઢપણે સત્યના ગુણોને વળગી રહેનાર સાત્વિક પુરુષો શુદ્ધ ધર્મથી જરાપણ ડગતા નથી. પણ તેવા સાત્વિક પુરુષો ન હોય અને હુમલો સહન ન કરી શકે, તેમને
૨૪૬
કકકથા સંગ્રહ