________________
૪. મિથ્યાદર્શનીઓના ગુણોના વખાણ તે મિથ્થામતિ ગુણ વર્ણના. ૫. મિથ્થામતિવાળાઓનો પરિચય કરવો તે મિથ્યમતિ પરિચય.
આઠ પ્રભાવક જેઓ જૈનશાસનની પ્રભાવના કરે, પ્રભાવ ફેલાવે તે પ્રભાવક આઠ છે. તે નીચે પ્રમાણે :
૧. પ્રાચનિક-જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જાણ. ૨. ધર્મકથી-ધર્મનો ઉપદેશ આપવામાં પૂરા હોંશીયાર. ૩. વાદી-જૈન મત સામેના વાદમાં સામા પક્ષને સ્યાદ્વાદથી જીતી લેનાર.
૪. નૈમિત્તિક-જ્યોતિષ વગેરે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનના બળથી પણ શાસનની ઉન્નતિ કરે છે.
૫. તપસ્વી-છ બાહ્ય અને છ અત્યંતર તપ વડે કરીને શાસનનો પ્રભાવ ફેલાવે.
૬. વિદ્યા-મંત્રથી બલવાન-ચમત્કારિક વિદ્યાના બળથી શાસનનો પ્રભાવના કરે. જેમ શ્રી વજસ્વામિએ દુર્ભિક્ષના વખતે સંઘને બૌદ્ધ દેશમાં લઈ જઈ જીવાડ્યો અને બૌદ્ધ રાજ્યમાં શ્રી સંઘને જિનપૂજા માટે કુલો મળતાં નહોતાં તેથી વિદ્યાના બળથી ફુલો લાવી રાજાને જૈનધર્મી બનાવ્યો.
૭. સિદ્ધ-સિદ્ધિસંપન્ન. કાલિચાર્યની પેઠે ચૂર્ણ, અંજન વગેરેના પ્રભાવથી બળવાન હોય.
૮. મહાકવિ-ચમત્કારિક કાવ્યોની રચના વડે સિદ્ધસેન દિવાકરની માફક રાજા ઉપર પ્રભાવ પાડી શાસનની પ્રભાવના કરે.
પાંચ ભૂષણ જે સમક્તિની શોભા વધારવામાં મદદ કરે તે ભૂષણ પાંચ છે. ૧. ધર્મક્રિયા-અનુષ્કાનોના વિધિમાં કુશળપણું
૨. તીર્થસેવા-જંગમ તીર્થ તે મુનિમહારાજ વગેરે, સ્થાવર તીર્થ તે શત્રુંજય વગેરે, તેની સેવા કરવી.
૩. દેવ-ગુરુની ભક્તિ કરવી.
૪. કોઈના ચલાવવાથી ધર્મથી જરા પણ ન ચળે તે સમકિતદઢતા. કનકકૃપા સંગ્રહ
૨૪૫