________________
આવેલ હોય, તેને સુંદર ઘેબર દેખીને જેમ ખાવાની તીવ્ર ઈચ્છા થાય. તેમ ધર્મને ઈચ્છે તે બીજું લિંગ.
ત્રીજું લિંગ-વૈયાવચ્ચ : જેમ વિદ્યાસાધક વિદ્યા સિદ્ધ કરવામાં એક ચિત્ત લગાવે, તેમ દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવામાં એક ચિતે રહે. ગુરુ આજ્ઞાનું અખંડિતપણે પાલન કરે.
૧૦ પ્રકારનો વિનય (૧) અરિહંત. (૨) સિદ્ધ. (૩) જિનપ્રતિમા અને જિનમંદિર. (૪) જૈનસૂત્રસિદ્ધાંતરૂપ શાસ્ત્ર. (૫) દશ પ્રકારનો મુનિધર્મ. (૬) તે ધર્મ પાળનારા સાધુ મહારાજ. (૭) આચાર્ય મહારાજા. (૮) ઉપાધ્યાય મહારાજા. (૯) ચર્તુવિધ સંઘ (૧૦) સમક્તિ એટલે સમક્તિવંત લોકો અને તેને ખીલવવાના સાધનો આ દશનો વિનય નીચેની પાંચ રીતે થાય છે.
(૧) ભક્તિ. (૨) હૃદયનો પ્રેમ. (૩) ગુણોની સ્તુતિ. (૪) હેલનાનો ત્યાગ અને (૫) અશાતનાનો ત્યાગ કરવો તે.
૩ શુદ્ધિ સમક્તિને નિર્મળ કરે તે શુદ્ધિ કહીએ. તે ત્રણ પ્રકારે છે. મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ.
૧ લી મનશુદ્ધિ - શ્રી વીતરાગ ભગવંતે કહેલ તત્ત્વ તે જ સત્ય છે, બીજું જુઠું છે એવી બુદ્ધિ તે મનશુદ્ધિ.
૨ જી વચનશુદ્ધિ - વીતરાગદેવની ભક્તિ કરવાથી જે કામ ન થાય તે બીજા દેવોની ભક્તિ દેવોની ભક્તિ કરવાથી શી રીતે થાય? એમ બોલવું તે વચનશુદ્ધિ. ૩જી કાયશુદ્ધિ: શ્રી વીતરાગ સિવાય અન્ય દેવને કાયાથી ન નમે.
પાંચ દુષણો સમ્યકત્વમાં અતિચાર દોષો જેનાથી લાગે તે દૂષણ પાંચ છે. (૧) શંકા, (૨) આકાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિથામતિ ગુણવર્ણન અને (૫) મિથ્થામતિ પરિચય.
૧. જૈનધર્મમાં અવિશ્વાસ તે શંકા. ૨. બીજા ધર્મોની ઈચ્છા તે આકાંક્ષા. ૩. ધર્મમાં ફળનો અવિશ્વાસ તે વિચિકત્સા.
૨૪૪
કનકકુપા સંગ્રહ