________________
આ રીતે ૮ પ્રાતિહાર્ય અને ૪ અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે.
સિદ્ધભગવતના આઠ ગુણો અષ્ટકર્મનો ક્ષય કરવાથી સિદ્ધભગવંતના આઠ ગુણો થાય છે, તે નીચે પ્રમાણે
(૧) જ્ઞાનગુણ -જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાને કરી, સિદ્ધભગવંત . લોકાલોકના સમગ્ર સ્વરૂપ સમકાળે સમસ્ત પ્રકારે જાણે છે.
(૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થવાથી સિદ્ધ ભગવાન લોકાલોકના સમગ્ર ભાવોને સમકાળે સમસ્ત પ્રકારે દેખે છે.
(૩) અવ્યાબાધ સુખ-વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે.
(૪) અનંતચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. તેથી સિદ્ધભગવંતો આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે.
(૫) અક્ષયસ્થિતિ-આયુષ્યકર્મનો ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તેઓની સાદિ અનંત સ્થિતિ” કહેવાય છે.
(૬) અરૂપીપણું-નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત થાય છે. કેમકે શરીર હોય તો વર્ણાદિક હોય છે. પણ સિદ્ધ ભગવંતોનો શરીર નથી તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
(૭) અગુરુલઘુ-ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળવો અથવા ઉચ-નીચાણાનો વ્યવહાર રહેતો નથી.
(૮) અનંતવીર્ય-અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અને અનંત વીર્ય ગુણ પ્રગટ થાય છે, એટલે કે સમગ્ર લોકને અલોકમાં સ્થાપી શકે, તેટલી શક્તિ સિદ્ધ ભગવંતોમાં હોય છે. છતાં સિદ્ધ ભગવંતોએ કદી પણ તેવું વીર્ય ફોરવ્યું નથી અને ફોરવશે પણ નહી. કેમકે તેમને પુદ્ગલની સાથે કાંઈ પણ સંબંધ નથી. આ અનંત વીર્યના ગુણથી પોતે આત્મિક ગુણોને જે રૂપે છે, તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી.
આચાર્ય ભગવંતના ૩૬ ગુણો પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોને રોકનાર
૫
૨૪૦
કનકકુપા સંગ્રહ