________________
(૩) દિવ્યધ્વનિ :- દેવતાઓ ભગવંતની વાણીમાં માલકોશ રાગ, વીણા, વાંસળી આદિકના સ્વરો પૂરે.
(૪) ચામર - દેવો રત્ન જડિત સોનાની દાંડીવાળા ધોળા ચાર જોડી ચામરો સમવસરણ મધ્ય ભગવંતને વજે છે.
(૫) આસનસિંહાસન. ભગવંતને બેસવા સારૂ રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ રચે છે.
(૬) ભામંડલ-ભગવંતના મસ્તકની પાછલ શરદઋતુના સૂર્યના કિરણ જેવા આકરા તેજવાળું ભામંડલ=કાંતિનું મંડલ દેવતાઓ રચે છે તે ન હોય તો ભગવાનના મુખ સામું જોઈ શકાય નહિ.
(૭) દુદુભિ-દેવતાઓ આકાશમાં દેવદુંદુભિ વગેરે કોડો ગમે વાજિંત્રો વગાડે છે. તેથી જાણે તેઓ એમ કહેતા ન હોય કે ભવ્યો ! પ્રમોદને દૂર કરીને મુક્તિપુરીના સાર્થવાહ સમાન આ ભગવાનને તમે સેવો.
(૮) છત્ર-ભગવાનના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદપુનમના ચંદ્ર જેવા, મોતીની માલાઓથી વિભૂષિત ત્રણ શ્વેત છત્રો દેવતાઓ ધરે. સમવરણની નિશ્રાએ બાર છત્ર ધરે. તે જાણે એમ ન કહેતા હોય કે ત્રણ ભુવનના પરમેશ્વર એવા ભગવંતને સેવો!
એ રીતે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ થયા.
(૯) અપાયાપગમાતિશય-અપાય એટલે ઉપદ્રવ. તેનો અપગમ એટલે નાશ. જ્યાં ભગવંત વિચરતા હોય ત્યાં દરેક દિશાએ પચીસ-પચીસ યોજન, ઉપર અને નીચે સાડાબાર-સાડાબાર યોજન મળી સવાસો યોજનમાં પ્રાય: રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ.
(૧૦) જ્ઞાનાતિશય-ભગવાન કેવળજ્ઞાન-કેવળદર્શન કરી સર્વ લોકાલોકના ત્રણેય કાળના સર્વ ભાવો જાણે દેખે છે. એમનાથી કાંઈ છાનું નથી.
(૧૧) પૂજાતિશય- ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ તથા ચાર નિકાયના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ, તથા તેમના ઈકો વગેરે જગત્રયવાસી ભવ્યજીવો તેમની સેવા કરે છે.
(૧૨) વચનાતિશય-ભગવંતની વાણી સંસ્કારદિક ગુણોએ સહિત હોવાથી દેવ, મનુષ્ય અને તિર્યંચ પોતપોતાની ભાષામાં સમજી સકે છે.
ભગવંતની વાણી સર્વે પોત-પોતાની ભાષામાં સમજી જાય. એ તેમનો ચોથો અતિશય થયો, કનકકૃપા સંગ્રહ
૨૩૯