________________
આજે એમની ઉંમર માત્ર અઢાર વર્ષની છે. બાર વર્ષની બાલ્ય વયે દીક્ષા ગ્રહણ કરી, ઉત્તમ ચારિત્ર પર્યાય પાળે છે. જૈન ધર્મની ચેતના અને જાગૃતિ એમના જીવનમાં ધબકે છે. જૈનાગમોમાં સ્થિર બુદ્ધિનું સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે.
આ યુવાન મુનિશ્રી હરિપ્રભવિજયજી વ્યાખ્યાન તથા ધર્મોપદેશ કંઠસ્થ તથા મુખપાઠથી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ આપે છે, ત્યારે શ્રી સંઘ ભાવવિભાોર બની જાય છે. એમનો ધર્મનો અભ્યાસ અદ્ભુત છે. કુલ પીસ્તાલીશ જૈન આગમમાંથી દ્રાદશ આગમ એમને કંઠસ્થ છે.
દર વર્ષે સંવત્સરી મહાપર્વમાં જૈન ધર્મના શ્રી કલ્પસૂત્ર-બારસો ગાથા શ્લોકોને માત્ર એક કલાક પંદર મિનિટમાં વ્યાખ્યાન-વાચના આપતાં આ મુનિને જોવાં, અનુભવવાં એ જીંદગીનો અનેરો લાહવો છે. એઓ પુસ્તક પોથીમાં જોયા વિના જ કંઠસ્થ રીતે મુખપાઠથી શ્રી કલ્પસૂત્રનો મૂળ પાઠ સંભળાવે છે. ધન્ય મુનિવર ધન્ય ધન્ય .
ધર્મ –શાસ્ત્રાભ્યાસની યાદી – નોંધ નીચે મુજબ છે.
દ્વાદશ આગમો :
શ્રી નંદિસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી વિપાક સૂત્ર, શ્રી નિશિથ છેદ સૂત્ર, શ્રી વ્યવહાર છેદ સૂત્ર, શ્રી બૃહદ્કલ્પ છેદ સૂત્ર, અનુત્તરોવવાઈઅંગ આગમ, શ્રી પુષ્પ ચૂલિકા સૂત્ર, શ્રી વન્હિદશાસૂત્ર, શ્રી કલ્પવસિયા સૂત્ર, શ્રી પુષ્ક્રિયા ઉપાંગ સૂત્ર : કુલ ૧૦૫૮૪ શ્લોક મુખપાઠ – કંઠસ્થ છે.
ઉપરાંત
સંસ્કૃત-પ્રાકૃત-અંગ્રેજી-ગુજરાતી-હિન્દી ભાષાઓનું વ્યવહારિક જ્ઞાન છે.
તદ્ઉપરાંત સંગીત, જયોતિષ-નવસ્મરણો-જીવવિચાર આદિ પ્રકરણો, તત્વજ્ઞાન, વિક્રમ ચરિત્ર. શ્રીપાળ રાજાનો રાસ, ભીમસેન ચરિત્ર,
કથા-વાર્તા-ઉપદેશ પ્રાસાદ જયાનંદ કેવળી ચરિત્રનો અભ્યાસ છે.
-
માત્ર પ્રાથમિક શિક્ષણ ધોરણ સાત ભણેલા આ મુનિએ પોતાની સ્મૃતિ – શકિતના બુદ્ધિપ્રતિભાના આધારે પોતાના ટૂંકા દીક્ષા પર્યાયના માત્ર છ વર્ષમાં ઉપરોકત પ્રગતિ