________________
કરી છે. જે ધન્યવાદ અનુમોદના તથા વંદનને પાત્ર છે. અમોશ્રી શાહપુર પાંચપોળ જૈન સંઘ - આપ સર્વેને અબે ચાતુર્માસ નિમિત્તે પધારવા માટે ધન્યતા અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. તથા પૂ. મુનિવર શ્રી હDિભવિજય મ.સા. એમના ધર્મ અભ્યાસ અને ધર્મ કાર્ય સાધનામાં વિશેષ રીતે આગળ પ્રગતિ કરે એવી શ્રી જિન શાસન દેવ પરમાત્મા પ્રતિ પ્રાર્થના કરીએ છીએ. સાથોસાથ પ.પૂ. ગુરુવર્ય શ્રી કીર્તિપ્રભ વિજય મ.સા. નો ખંત તથા પુરષાર્થ તેમજ શિષ્યો પ્રત્યેની ચીવટ, પ્રેમાળ લાગણી પણ અનુમોદના માંગી લે છે અને પુજનીય છે. અને સકળ સંઘ ધન્યતા અનુભવે છે. શ્રી પાંચપોળ જૈન સંઘના આ વંદના પત્ર તથા અનુમોદના પત્ર દ્વારા સકળ સંઘના નાના-મોટા સૌ ભાવ - વિભોર થઈ ધન્ય ... ધન્ય . . . લાગણી અનુભવે છે. આપ ખૂબ ખૂબ આગળ વધો અને જિન –શાસનના એક મહાન દીપક બનો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે. રૂા. ૨૧,૦૦૦/- શ્રી પાંચપોળ જૈન સંઘ અમદાવાદ તરફથી પુસ્તક પ્રકાશન સહાયમાં આપેલ છે.
દિનાંક ૬, સપ્ટેમ્બર, ૧૯૯૦ ભાદરવા સુદ - ૪, શનિવાર સં. ૨૦૫૩ શ્રી જૈન સંવત્સરી
લી.
શ્રી પાંચપોળ જૈન સંઘ શાહપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૪