________________
ધર્મ ધ્યાન તથા આરાધના આનંદ અને ઉત્સાહપૂર્વક થઈ રહી છે. જૈન ધર્મના મહાન રત્નો !
જૈન ધર્મમાં અનેક રત્નો પાકયાં છે. જેમને લબ્ધિ સ્મૃતિ-બુધ્ધિ ધનનો વિપુલ ભંડાર કહી શકાય. આવાં કેટલાંક દિવ્ય રત્નો નીચે મુજબ ગણાવી શકાય. જેવાં કે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય, આગમોધ્ધારક ૫.પૂ.આચાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી, શાસન સમ્રાટ પ.પૂ.આ. નેમિસૂરીજી મ.સા., ૫.પૂ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. આ સર્વેને જૈન ધર્મના શાસ્ત્રો –આગમસૂત્રોનો વિશેષ અભ્યાસ હતો.
આજના ભયંકર કળિયુગમાં, વર્તમાન સમયમાં સ્મૃતિ શકિતનો ચમત્કાર મુનિશ્રી હરિપ્રભ વિજયજી મ.સા. માં જોવા મળે છે.
૫.પૂ. મુનિવરશ્રી હરિપ્રભ વિજય મહારાજ સાહેબની અનેરી તથા અદ્ભુત અને મહાન ધર્મશાસ્ત્ર જ્ઞાનની સિધ્ધિ માટે શ્રી પાંચપોળ જૈન સંઘ આનંદ તથા ગર્વ અને ધન્યતાની લાગણી અનુભવે છે. આવી સિદ્ધિ વિરલ વ્યકિતમાં જ હોઈ શકે છે. અમો નમ્રતાપૂર્વક એમની ભવ્ય સિદ્ધિની નોંધ લઈએ છીએ.
સંક્ષિપ્ત પરિચય !
કચ્છ વાગડ સમુદાયના આ યુવાન મુનિનો ઈતિહાસ એમના વડવા મહાન આચાર્યો શ્રી જિત-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-કનકપ્રભ સૂરીશ્વરોથી સુશોભિત છે.
એમના માતાપિતાનું નામ શ્રી રઘુનાથભાઈ મોદી તથા પારૂબેન મોદી : એમનું મુળ નામ : ગંગદાસભાઈ મોદી ગામ : ભરડાસર, તાલુકો : થરાદ તથા જીલ્લો : બનાસકાંઠા – ઉત્તર ગુજરાત.
· જન્મ દિનાંક :
મહા સુદ પાંચમ, ૨૦૩૫, વસંતપંચમી.
• મહાસરસ્વતી દિન:
તા. ૨૨-૧૯૯.
· દીક્ષા દિનાંક :
ફાગણ વદ ત્રીજ – ૨૦૪૭, ૩ માર્ચ, ૧૯૯૧.