________________
૮. હારવા જેવી ચીજ હોય તો અભિમાન છે. ૯. સાંભળવા જેવી ચીજ હોયતો ગુણ છે. ૧૦. દેખાડવા જેવી ચીજ હોયતો દયા છે. ૧૧. બોલવા જેવી ચીજ હોયતો સત્ય છે. ૧૨. વાંચવા જેવી ચીજ હોયતો ધાર્મિક ગ્રંથ
સાંભળી ૧. ધ્યાન કરવું છે? તો એકલા કરો. ૨. અભ્યાસ કરવો છે? તો બે મલીને કરો. ૩. ગીત ગાવા છે? તો ત્રણ જણ જોઈશે. ૪. પદયાત્રા કરવી છે? તો ચાર જણ જોઈશે. ૫. ખેતી કરવી છે? તો પાંચ જોઈશે. ૬. યુધ્ધ કરવું છે? તો તોભઈ ઘણા જણ જોઈશે.
ફુવડ છાશની ગળી જેના ઘરમાં છે કુવડનાર, તેનો સળગી ગયો સંસાર, કુલક્ષણી ને મૂરખ ગમાર, તેનો બગડી ગયો અવતાર............. જેના. ૧ આઠ વાગે ત્યારે ઉઘે માંથી ઉઠે, ને માંડ માંડ ઉભી થાય, પાણી ગળ્યા વિના આંધણ મુકીને, ચૂલો પેટાવા જાય .......... જેના. ૨ ચૂલો પૂંજે નહિ દાણા વીણે નહિ, જાણે ન જયણાનું નામ ઘી તેલ ઢોળેને રસોઈ ન આવડે, બળે કે કાચી થાય ............... જેના. ૩ વ્રત પચ્ચખાણ કે દેહરે ન જાય, ખાવે છે દિન ને રાત, વાસી વિદળને કંદમૂળ ખાવે, જાણે ન પૂન્ય કે પાપ................... જેના. ૪ સફાઇ ન રાકે કચરો ન કાઢે, કપડાતો મેલા દાટ, મહેમાન આવે ત્યારે મોઢું ચડાવી, પીયરની પકડે વાટ............. જેના. ૫ ઘરકામ સઘળું પડતું મુકીને, ચૌરે ને ચૌટે જાય, ગામ આખાના નળીયા ગણવામાં, ખરેખરી હોશીયાર .............. જેના. ૬
કનકકૃપા સંગ્રહ
૧૯૧