________________
૩. બગડે તેવું હસવું નહિ.
૪. સાંભળીએ તેટલું માનવું નહિ. ૫. દેખીએ તેટલું માંગવું નહિ. - ૬ આવડે તેટલું બોલવું નહિ. ૭. લોભ થાય તેવું કમાવું નહિ. ૮. દેવું થાય તેવું ખર્ચવું નહિ. ૯. મન બગડે તેવું વિચારવું નહિ. ૧૦. જીવન બગડે તેવું આચરવું નહિ.
6 ભૂલો કયારે પણ ૧. પોતાની નીતિને ન ભૂલો. ૨. પરમાત્માને ન ભૂલો. ૩. ઉપકારને ન ભૂલો. ૪. પોતાના વચનને ન ભૂલો. ૫. મા-બાપને ન ભૂલો. ૬. જૈન ધર્મને ન ભૂલો.
ન ગમે ૧. વણીક ને વેપાર વિના,
૨. વકીલને કચેરી વિના. ૩. મુગટને માથા વિના,
૪. સિંહને જંગલ વિના. ૫. વિદ્યાર્થીને વિદ્યા વિના, ૬. વર્ષાને ગર્જના વિના. ૭. નયનને કાજળ વિના,
૮. પુષ્પને સુવાસ વિના. ૯. સમુદ્રને ભરતી વિના,
૧૦. ઘોડાને અસવાર વિના.
-કામું છે ૧. ગુરૂ વિના જ્ઞાન નકામું છે, ૨. કરૂણાવિના હૃદય. ૩. ક્રિયા વિના જ્ઞાન નકામું, ૪. છાયા વિના વૃક્ષ. ૫. સુવિચાર વિના મન નકામું છે.
જાણવા જેવી ચીજ ૧. ખાવા જેવી ચીજ હોયતો ગમ છે. ૨. ગળી જવા જેવી ચીજ હોય તો અપમાન છે. ૩. પચાવવા જેવી ચીજ હોય તો બુધ્ધિ છે. ૪. પીવા જેવી ચીજ હોય તો ક્રોધ છે. ૫. આપવા જેવી ચીજ હોયતો દાન છે. ૬. લેવા જેવી ચીજ હોયતો જ્ઞાન છે. ૭. જીતવા જેવી ચીજ હોય તો પ્રેમ છે.
૧eo
કનકકૃપા સંગ્રહ