________________
જીવ અસંખ્યાતના ગુણા, તેથી વાયુકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી અપકાયના જીવ અસંખ્યાતગુણ અને તેથી વનસ્પતિકાયના જીવ અનંત ગુણા જાણવા.
તિ રથ તારવન.
લઘુ-બૃહત સંગ્રહણી તથા ફ્રોઝશમાશવિચાર જંબુદ્વીપ એક લાખ યોજન પ્રમાણનો છે, તે આ પ્રમાણે ભરત ક્ષેત્ર ૧ ખંડુક પ્રમાણ છે તેનું માપ પર૬ ૬/૧૯ છે. આખો જંબુદ્વીપ ૧૯૦ ખંડુક પ્રમાણ છે, તેથી પર૬ યોજન અને કળાને ૧૯૦ એ ગુણવાથી (પર૬ ૬/૧૯૮૧૯૦=૧૦૦૦૦) એક લાખ થાય. ૧૯૦ ખંડુક નાચે પ્રમાણે થાય છે.
ક્ષેત્ર કે પર્વત ખડું પ્રમાણ ક્ષેત્ર કે પર્વત ભરતક્ષેત્ર
ઐરાવત ક્ષેત્ર હિમવંત પર્વત
હિરણ્યવંત ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર
હિણ્યવંત ક્ષેત્ર મહાહિમવત પર્વત
રૂકમી પર્વત હરિવર્ષ ક્ષેત્ર
રક્ ક્ષેત્ર નિષધ પર્વત
નીલવંત પર્વત
૨૨
અને ૫૪ ખડુંક પ્રમાણ મહાવિદેહ ક્ષેત્ર છે. એ સર્વ (૬૩+૬૩૬૪) ભેગા મળી ૧૯૦ ખડુંક પ્રમાણ જંબૂદ્વીપ છે.
જંબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આંગળ અધિક થાય છે. પરિધિ એટલે ગોળ વસ્તુનો ઘેરાવો.
જંબૂદ્વીપનું ક્ષેત્રફળ, જંબૂદ્વીપની પરિધિને ૨૫૦૦૦ ગુણવાથી પ્રાપ્ત થાય છે. કુલ ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન એક ગાઉ, પંદરસો પંદર ધનવષ્ય અને સાઠ આંગુલ થાય. એટલે કે જંબૂદ્વીપ માં ૧ એક એક યોજના સમચોરસ ટુકડા ઉપરની સંખ્યા મુજબ ગોઠવી શકાય. ઉપર કહ્યા મુજબ જંબૂદીપની પરિધિ ૩૪૬૨૨૭ યોજન, ૩ ગાઉ એકસો અઠ્યાવીસ ધનુષ્ય અને સાડાતેર આંગુલ છે તેને ૨૫૦૦ ગુણવાથી ઉપર મુજબ ક્ષેત્રફળ આવે.
કનકકૃપા સંગ્રહ
૧૭૩