________________
જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ વિના ઓગણીશ સંપદા પામે
તેલ-વાયુનો નિકળેલા જીવ સાત એકેન્દ્રિય રત્નઅધ અને ગજ સહિત નવ સંપદા પામે. - ત્રણ વિકસેન્દ્રિયનો નિકળેલા જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ વાસુદેવ અને કેવલી વિના અઢાર સંપદા પામે.
વૈમાનિકમાં : પહેલા બે દેવલોકનો નીકળેલા જીવ ત્રેવીસ સંપદા પામે. બીજા દેવલોકથી માંડીને આઠમા દેવલોક સુધનો નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન વિના સોળ સંપદા પામે. નવમા દેવલોકથી માંડીને નવ રૈવેયકમાંથી નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વરત્ન અને ગજ રત્ન મિના ચૌદ સંપદા પામે. પાંચ અનુત્તર વિમાનને નિકળેલો જીવ વાસુદેવ વિના આઠ નિધાન પામે.
૨૬. ધર્મવાર : તિર્યંચ પંચેન્દ્રિય અને મનષ્યિને કરણી રૂપ ધર્મ છે, અને બાવીશ દંડકે કરણીરૂપ ધર્મ નથી.
૨૭. યોનિદ્વાર : સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાયુકાયની, ૧૦લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ ઈન્દ્રિય, બે લાખ ચૌરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી; ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌદ લાખ મનુષ્યની મળી કુલ ચોરાશી લાખ જીવયોનિ છે.
૨૮. કુલદીદ્વાર : નારકીની ૨૫ લાખ, દેવતાની ૨૬ લાખ, પૃથ્વીની ૧૨ લાખ, પાણીની ૭ લાખ, અગ્નિની ૩ લાખ, વાયની ૭ લાખ, વનસ્પતિની ૨૭ લાખ, બેઈન્દ્રિયની ૭ લાખ, ઈન્દ્રિયની ૮ લાખ, ચૌરિન્દ્રિયની ૯ લાખ, મનુષ્યની ૧૨ લાખ, તિર્યંચપંચેન્દ્રિયના પાંચ ભેદ છે. તેમાં જલચરની ૧૨ લાખ, ચતુષ્પદ-સ્થલચરની દશ લાખ, ઉરપરિસર્પસ્થલચરની ૧૦લાખ, ભુજપરિસર્પ-સ્થલચરની દશ લાખ, અને ખેચરની ૧૨ લાખ કુલકોટી છે. સર્વેમળીને એક કોડ અને સાડી સત્તાણું લાખ કુલકોટી જાણવી.
૨૯ અલ્પબદુત્વ ધાર : સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય, તેથી બાદર અગ્નિના જીવ અસંખ્યાત ગુણ વધે, તેથી વૈમાનિકના જીવ અસંખ્યાત ગુણ, તેથી નારકીના જીવ અસંખ્યાત ગુણા, તેથી વ્યરના જીવ અસંખ્યાત ગુણા, તેથી ચૌરિન્દ્રિયના જીવ અસંખ્યાત ગુણા, તેથી પંચેન્દ્રિય તિર્યંચના જીવ વિશેષાધિક, તેથી બેઇન્દ્રિયના જીવ વિશેષાધિક, તેથી તેઈન્દ્રિયના જીવ વિશેષાધિક, તેથી પૃથ્વીકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી તેઉકાયના
૧૭૨
કનકકુપા સંગ્રહ