________________
બ્રહ્મદેવલોકે ૪૦૦૦૦ લાંતકદેવલોકે ૫૦૦ મહાશુકદેવલોકે ૪00 સહસ્ત્રાર દેવલોકે ૬00 આનત-પ્રાણત દેવલોકે ૪૦ આરણ-અર્ચ્યુત દેવલોક ૩૦૦ પહેલી ત્રણ રૈવેયકે ૧૧૧ બીજી ત્રણ રૈવેયકે ૧૦૭ ત્રીજી ત્રણ રૈવેયકે ૧૦ અનુત્તર વિમાને તેના ઉપર બાર યોજને સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજને લોકાંત છે.
૨૪. પ્રાણવાર : ૫ ઈન્દ્રિય, ૩ બળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એ દશ પ્રાણો છે.
નારકી, ૧૩ દેવદંડક, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય ૧૬ દંડકે દશ પ્રાણી હોય છે.
પાંચ સ્થાવરને સ્પર્શનેન્દ્રિય, કાયદળ, શ્વાસોચ્છવાસ અને આયુષ એ ચાર પ્રાણ હોય છે.
બેઈન્દ્રિયને-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય છ પ્રાણો હોય છે.
તેઈન્દ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત આઠ પ્રાણી હોય છે. ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય સહિત આઠ પ્રાણી હોય છે.
૨૫. સંપદાધાર : સંપદાઓ ત્રેવીશ છે. તેનાં નામ-ચક-રત્ન, છત્રરત્ન, દંડરત્ન, ખગ્રરત્ન, કાકિણીરત્ન, ચર્મરત્ન, મણિરત્ન, એ સાત એકેન્દ્રિય રત્ન; ગાથાપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી, અશ્વરત્ન, ગજરત્ન, સ્ત્રીરત્ન એ સાત પંચેન્દ્રિય રત્ન; તીર્થકર, ચકવર્તિ, બલદેવ, વાસુદેવ, કેવલી, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ. મંડલિક રાજા, એ નવ નિધાનો છે.
પ્રથમ નરકને નિકળેલો જીવ સાત એકેન્દ્રિય વિના સોળ સંપદા પામે. બીજી નરકને નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તિ વિના પંદર સંપદા પામે. ત્રીજી નરકનો નિકળેલો જી સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવ વિના તેર સંપદા પામે, ચોથી નરકને નિકળેલો જીવ તીર્થકર વિના બાર સંપદા પામે, પાંચમી નરકનો નિકળેલો જીવ કેવલી વિના અગ્યાર સંપદા પામે. છઠ્ઠી નરકનો નિકળેલો જીવ સાધુ વિના દશ સંપદા પામે. સાતમી નરકનો નિકળેલો જીવ અશ્વ, ગજ અને સમક્તિ એ ત્રણ સંપદા પામે. દશ ભવનપતિ, વ્યંતર, જ્યતિષી એ બાર દંડકના નિકળેલ જીવ તે તીર્થકર, વાસુદેવ વિના એકવીશ સંપદા પામે.
પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ પાંચ દંડકના નિકળેલ
કનકકૃપા સંગ્રહ