________________
૩-કવલાહાર.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને પાંચ સ્થાવર ૧૯ દંડકે જાહાર અને લોમાહાર એમ બે આહાર હોય.
ત્રણ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ દંડકે ત્રણે આહાર હોય. ૨૧. ગતિ-આતિ દ્વાર : નારકીમાંથી ચ્યવીને તિર્યંચ પંચેન્દ્રિય અને મનષ્યિમાં જાય, અને બેમાંથી મરીને નારકી થાય.
૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ૧ લા ૨ જા દેવલોકની ગતિ-આગતિ આ પ્રમાણે-પૃથ્વી, પાણી, વનસ્પતિ, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય પાંચ દંડકમાં ગતિ, અને મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચમાંથી આગતિ.
ત્રીજા દેવલોકમાંથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવની મનુષ્ય ને તિર્યંચ એ બે દંડકમાં ગતિ અને બેમાંથી આગતિ.
આઠમાંથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાની મનુષ્યમાં ગતિ ને તેમાંથી જ આગિત. મનુષ્યની ૨૪ દંડકમાં ગતિ, અને તેઉ-વાયુ વિના બાવીશમાંથી આગતિ. (તેઉવાયુ મરીને મનુષ્ય ન થાય.)
તિર્યંચ પંચેન્દ્રિયની ૨૪ દંડકમાં ગતિ અને ૨૪ દંડકમાંથી આગતિ.
ત્રણ વિકલેન્દ્રિયની-૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, ૧ પંચેન્દ્રિય તિર્યંચ અને ૧ મનુષ્ય એ દશ દંડકમાં અને દશમાંથી આગતિ.
પૃથ્વી, પાણી અને વનસ્પતિ ત્રણની ઉપરના દશ દંડકમાં ગતિ અને નારકી વિના ૨૩ માંથી આગતિ.
.
તેઉ-વાયુની-૩ વિકલેત્રિય અને ૧ તિર્યંચ પંચેદ્રિય મળી ૯ દંડકમાં ગતિ અને દેવતાના અને ૧ નરકના સિવાય બાકીના ૧૦ દંડકમાંથી આગતિ થાય.
૨૨. વેદધાર : વેદ ત્રણ છે. ૧-પુરુષવેદ, ૨-સ્ત્રીવેદ, ૩-નપુંસક વેદ. નારકી, ૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય એ નવ દંડકે ૧ નપુંસકવેદ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ત્રણે વેદ હોય.
દેવતાના ૧૩ દંડકે સ્રીવેદ અને પુરુષવેદ એમ બે વેદ હોય.
૨૩ ભવનહાર :
૧ લી નરકે ૩૦ લાખ નરકાવાસ
૩ જી નરકે ૧૫ લાખ નરકાવાસ
કનકકૃપા સંગ્રહ
૨ જી નરકે ૨૫ લાખ નરકાવાસ
૪ થી નકે ૧૦ લાખ નરકાવાસ
૧૬૯