SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુકાય ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એ પાંચ યોગ હોય. વિકલેન્દ્રિયને ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય. પંચેન્દ્રિય તિર્યંચને મનના ચાર, વચનના ચાર, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એમ તેર યોગ હોય. મનુષ્યને પંદરેય યોગ હોય. ૧૫. ઉપયોગ દ્વાર : પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન મળી કુલ ૧૨ ઉપયોગ છે. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે- ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ ૯ ઉપયોગ હોય. પાંચ સ્થાવરને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય. બેઈન્દ્રિય અને તેઈન્દ્રિયને ૨ જ્ઞાન, અજ્ઞાન અને અચક્ષુદર્શન એમ પાંચ ઉપયોગ હોય. ચૌરિન્દ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન એમ છ ઉપયોગ હોય. મનુષ્યને બારેય ઉપયોગ હોય. ૧૬-૧૭. ઉપપાત અને અવનદાર: નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, ત્રણ વિકલેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ એ અઢાર દંડકે-એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા ઉપજે તથા અવે. મનુષ્ય એક-બે થી માંડીને સંખ્યાતા ઉપજે તથા અવે. ૧૮. આયુષ્ય ધાર: નારકીનું સમુચ્ચયપણે જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નરક જઘન્ય આયુષ્ય ઉત્કટ આયુષ્ય ૧લી નરકે ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૨ જી નરકે ૧ સાગરોપમાં ૩ સાગરોપમાં ૩જી નરકે ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૪થી નરકે ૭ સાગરોપમ - ૧૦ સાગરોપમ ૫મી નરકે ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ કનકકુપા સંગ્રહ ૧૬૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy