________________
૬ ઠી નરકે
૧૭ સાગરોપમાં ૨૨ સાગરોપમ ૭ મી નરકે
૨૨ સાગરોપમે ( ૩૩ સાગરોપમ દશ ભવનપતિના ૨૦ ઈન્દ્રોનાં નામ : ૧-ચમરેન્દ્ર, ૨-બેલીન્દ્ર, ૩-ધરણેન્દ્ર, ૪-ભૂતાનંદ્ર, ૫-વેણુદેવ, ૬-વેણુદાલી, ૭-હરિકાંત, ૮-હરિસ્સહ, ૯-અગ્નિશિખ, ૧૦-અગ્નિમાનવ, ૧૧-પૂરણ, ૧૨-વિશિષ્ટ, ૧૩-જલકાંત, ૧૪-જલપ્રભ, ૧૫-અમિતગતિ, ૧૬-અમૃતવાહન, ૧૭-વેલંભ, ૧૮-પ્રભંજન, ૧૯-ઘોષ, ૨૦-મહાઘોષ. એ વીશ નામો છે.
એ વીશ મળે ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ અને તેની દેવીનું સાડાત્રણ પલ્યોપમ આયુષ્ય પ્રમાણ છે.
બલીન્દ્રનું ઉત્કૃષ્ટ એક સાગરોપમથી અધિક છે. અને તેની દેવીનું સાડાચાર પલ્યોપમ પ્રમાણ છે. તેઓનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે.
હવે દક્ષિણ પાસાના ધરણેન્દ્ર આદિ નવ ઈન્દ્રનું જઘન્ય દશ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ આયુષ્ય છે.
ઉત્તર પાસાના ભૂતાદિ નવ ઈન્દ્રોનું જઘન્ય દશ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ, અને તેની દેવીનું જઘન્ય દશ પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમ.
પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું. બાદર પૃથ્વીકાય છે ભેદે છે. ૧. સુંવાળી પૃથ્વી તે ગોપીચંદનાદિકનું ઉત્કૃષ્ટ એક હજાર વર્ષનું ૨. શુદ્ધ પૃથ્વી તે નદીની મેખલાદિકનું ઉત્કૃષ્ટ ૧૨ હજાર વર્ષનું, ૩. વાલુકા તે સચિત્ત રેતી વગેરેનું ઉત્કૃષ્ટ ૧૪ હજાર વર્ષનું, ૪. માણશીલ નામે પૃથ્વી તેનું ઉત્કૃષ્ટ ૧૬ હજાર વર્ષનું, ૫. પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષનું અને ૬. ખર નામે પૃથ્વી તે રત્નાદિક, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું છે.
અપકાય તે પાણી તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ હજાર વર્ષ છે. અગ્નિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિ. વાયુનું ઉતકૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષ. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ હજાર વર્ષ. બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ. તેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસ. ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસ. પાંચ સ્થાવર અને ત્રણ વિકલ્ઈન્દ્રિયનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત જાણવું. હવે તિર્યંચ પંચેન્દ્રિયના દશ ભેદનું આયુષ્ય કહે છે.
કનકકથા સંગ્રહ