________________
૧૧. દટિ દ્વાર: દષ્ટિ ૩છે, ૧-સમ્યગ્દષ્ટિ, ૨-મિશ્રદષ્ટિ, ૩-મિથ્યાદષ્ટિ.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ સોળે દંડકે ત્રણે દષ્ટિ હોય.
પાંચ સ્થાવરને એક મિથ્યાદષ્ટિ હોય. ૩ વિકલેન્દ્રિયને સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ એ બે દષ્ટિ હોય.
૧૨. દર્શન દ્વાર: ૧-ચક્ષુદર્શન, ૨-અચક્ષુદર્શન, ૩-અવધિદર્શન, ૪-કેવલદર્શન એ ચાર દર્શન છે.
નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે પ્રથમના ત્રણ દર્શન હોય.
પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, ઈન્દ્રિયને એક અચક્ષુદર્શન હોય. ચૌરિન્દ્રિયને ચક્ષુ અને અચશ્ન એ બે દર્શન હોય. મનુષ્યને ચારે ય દર્શન હોય.
૧૩. શાન દ્વાર: પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ ભેદે છે, તે આ પ્રમાણે૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મનઃ.પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન અને ૮ વિર્ભાગજ્ઞાન.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ છ હોય.
પાંચ સ્થાવરને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે હોય. ત્રણ વિકલેન્દ્રિયમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન એ ચાર હોય. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠેય હોય.
૧૪. યોગદ્વાર : મનના ચાર ૧-સત્યમનોયોગ, ૨-અસત્યમનોયોગ, ૩-મિશ્ર મનોયોગ, ૪-અસત્ય અમૃષા મનોયોગ. વચનના ચાર : ૧-સત્ય વચનયોગ, ૨-અસત્ય વચનયોગ, ૩-મશ્ર વચનયોગ, ૪-અસત્ય અમૃષા વચનયોગ. કાયાના સાત: ૧-ઔદારિક કાયયોગ, ૨-ઔદારિક મિશ્ર કાયયોગ, ૩-વૈકિય કાયયોગ, ૪-વૈકિય મિશ્ર કાયયોગ, પ-આહરક કાયયોગ, ૬-આહારક મિશ્ર કાયયોગ અને કાર્પણ કાયયોગ.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચૌ દંડકે-મનના ચાર, વચનના ચાર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્પણ કાયયોગ એમ ૧૧ યોગ હોય.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ એ ચાર દંડકે ઔદારિક, ઔદારિકમિશ્ર અને કાર્પણ કાયયોગ હોય. ૧૬૪
કનકકૃપા સંગ્રહ