________________
નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, પાંચ સ્થાવર એ ૧૯ દંડકે સંધયણ ન હોય. અસંઘયણી હોય.
બેઈન્દ્રિય, તેઈંદ્રિય, અને ચૌરિંદ્રિય એમ ત્રણ દંડકે એક છેવઠું સંઘયણ હોય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનષ્યિ એ બે દંડકમાં છથે સંઘયણ હોય.
૬. સંજ્ઞા દ્વાર : ૧-આહારસંજ્ઞા, ૨-ભયસંજ્ઞા, ૩-મૈથુનસંજ્ઞા, ૪-પરિગ્રહ સંજ્ઞા, એ ચારે સંજ્ઞા ચોવીશેય દંડકમાં હોય છે.
૭. સંસ્થાન દ્વાર : ૧-સમચતુરસ્ત્ર, ૨-ન્યુગ્રોધ પરિમંડલ, ૩-સાદિ, ૪-વામન, ૫-કુબ્જ, ૬-હૂંડક એ છ સંસ્થાન છે.
નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય એ નવ દંડકે હુંડક સંસ્થાન હોય.
૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી વૈમાનિક એ તેર દંડકે સમચતુરસ્ર સંસ્થાન હોય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને છયે સંસ્થાન હોય.
સંમૂર્છિમ મનુષ્યને હુંડક સંસ્થાન હોય.
૮. કષાય દ્વાર : ૧-ક્રોધ, ૨-માન, ૩-માયા, ૪-લોભ, એ ચારેય કષાય ચોવીશેય દંડકમાં હોય છે.
૯. ઈન્દ્રિય દ્વાર : ૧-સ્પર્શનેન્દ્રિય, ૨-રસનેન્દ્રિય, ૩-ઘ્રાણેન્દ્રિય, ૪-ચક્ષુરિન્દ્રિય, ૫-શ્રોત્રેન્દ્રિય. એ પાંચ ઈન્દ્રિય છે.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક તિર્યંચ પંચેત્રિય અને મનુષ્ય એ સોળ દંડકમાં પાંચે ઈદ્રિયો હોય.
પાંચ સ્થાવરને એક સ્પર્શનેન્દ્રિય, બેઈંદ્રિય જીવોને સ્પર્શના અને રસના એ બે ઈંદ્રિય, તેઈન્દ્રિય જીવોને સ્પર્શના, રસના અને ઘ્રાણ (નાક) એ ત્રણ ઈન્દ્રિયો હોય, અને ચૌરિંદ્રિય જીવોને સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હોય.
૧૦. સમુદ્દાત દ્વાર : સમુદ્ધાત સાત છે. ૧-વેદના, ૨-કષાય, ૩-મરણ, ૪વૈક્રિય, ૫-તૈજસ, ૬-આહારક, ૭-કેવળી સમુદ્દાત.
નારકી અને વાયુને પહેલા ચાર સમુદ્દાત હોય.
૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ ચૌદ દંડકે પહેલા પાંચ સમુદ્દાત હોય.
પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રણ વિકલેન્દ્રિય એ સાત દંડકે પહેલા ત્રણ સમુદ્ધાત હોય.
મનુષ્યને સાતે ય સમુદ્દાત હોય. કનકકૃપા સંગ્રહ
૧૬૩