SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિય એ બે દંડકે આહારક વિના ચાર શરીર હોય. મનુષ્યને પાંચે શરીરો હોય. ૪. અવગાહના દ્વાર : સમુચ્ચયપણે નારકીની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નારકોમાં જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ૧. રત્ન પ્રભામાં ૩ હાથ શા ધનું ૦૬ અંગુલ ૨. શર્કરા પ્રભામાં શા ધ. ૬ અંગુલ ૧પ ધ. ૧૨ અંગુલ વાલુકા પ્રભામાં ૧૫ ધ. ૧૨ અંગુલ ૩૧ ધનુષ્ય ૪. પંક પ્રભામાં ૩૧. ધ૦ ૬રા ધ૦ ૫. ધૂમ પ્રભામાં ૬રા ધ૦ ૧૨૫ ૫૦ ૬. તમઃ પ્રભામાં ૨૫૦૫૦ ૭. તમસ્તમપ્રભામાં ૨૫૦૦ ૫૦૦ધ0 દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, એ બાર દંડકે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સાત હાથ, વૈમાનિકમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, પહેલે બીજે દેવલોકે સાત હાથ, ત્રીજે-ચોથે દેવલોકે છ હાથ, પાંચમે છઠે દેવલોક પાંચ હાથ, સાતમ-આઠમે દેવલોકે ચાર હાથ, નવમે-દશમે-અગ્યારમે ને બારમે દેવલોકે ત્રણ હાથ, નવરૈવેયકે બે હાથ અને પાંચ અનુત્તરે એક હાથની ઉંચાઈ હોય છે. એ તેર દેવતાના દંડકમાં ઉત્તરવૈકિય શરીર કરે તો લાખ યોજનની અવગાહના હોય ૧૨૫ ૫૦ પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર દંડકે જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો હોય. પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કોઈક અધિક હોય. બેઈન્દ્રિયની ૧૨ યોજન, તેઈન્દ્રિયની ત્રણ કોશ, ચઉરિઈદ્રિયની ચાર કોશ, તિર્યંચ પંચેન્દ્રિયની હજાર યોજનની, અને ઉત્તરવૈક્રિય કરે તો નવસો યોજન, મનુષ્યની ત્રણ ગાઉની અને ઉત્તરવૈક્રિય કરે તો લાખ યોજનની અવગાહના જાણવી. ૫ સંઘયાણ દ્વાર : ૧-વજxષભ નારાચ, ૨-૨ષભ, નારાચ, ૩-નારાચ ૪-અર્ધનારાચ, ૫-ૌલિકા, ૬-છેવટું એ છ સંઘયણ છે, હાડકાની રચનાને સંધયણ કહેવાય છે. ૧૬૨ કનક કપ સંહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy