________________
૬. સંયમ - સત્તર પ્રકારે સંયમ પાલે. ૭. સત્ય - સાચું બોલે, જુઠું ન બોલે. ૮. શૌચ - શરીરની સ્વચ્છતા માટે હાથ પગ વગેરે ધોયા ન કરે, તે દ્રવ્ય શૌચ. દોષ
રહિત આહાર લે અને આત્માના શુધ્ધ પરિણામ રાખે તે ભાવ શૌચ. , ૯. આકિંચન - સમગ્ર પરિગ્રહ ઉપર મૂચ્છનો ત્યાગ. ૧૦. બ્રહ્મચર્ય - નવ પ્રકારે ઔદારિક તથા નવ પ્રકારે વૈક્રિય સંબંધી મૈથુનનો ત્યાગ. નવ પ્રકાર ઔદારિક - મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને
સેવતાને ભલો જાણવો નહિ. નવપ્રકારે વૈકિય - મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ સેવનારને
ભલો જાણવો નહિ. ૧૨ ભાવનાઓ
૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિત, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. સમ્યકત્વ, ૧૨. ધર્મભાવના.
બીજી પણ ચાર ભાવનાઓ નીચે મુજબ છે. ૧. મૈત્રી - પારકાના હિતની ચિંતા કરવી તે. ૨. પ્રમોદ - ગુણીજનોના ગુણો દેખીને રાજી થવું તે. ૩. કારુણ્ય - દુ:ખી જીવો ઉપર દયા રાખવી તે. ૪. માધ્યસ્થ - અજ્ઞાની જીવ ઉપર સમભાવ રાખવો તે. ૫. ચારિત્ર૧. સામાયિક, ૨. છેદો પસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂક્ષ્મસંપરાય, ૫. યથાખ્યાત. એ પ્રમાણે કુલ ૫+૩+૨+૧૦+૧૨+૫=૫૭ સંવરતત્ત્વના ભેદો જાણવા.
નિર્જરાતત્ત્વના ૧૨ ભેદ છ પ્રકારે બાહ્યત૫ અને છ પ્રકારે અત્યંતરત મળી તપના બાર ભેદો તે નિર્જરી જાણવી.
૧૫૬
કનકકુપા સંગ્રહ