________________
૩૧. તિર્યગાયુ,
૩૨. ત્રસ, ૩૩. બાદર,
૩૪. પર્યાપ્ત, ૩૫. પ્રત્યેક,
૩૬. સ્થિર, ૩૭. શુભ,
૩૮. સુભગ, ૩૯. સુસ્વર,
૪૦. આદેય, ૪૧. યશ
૪૨. તીર્થકર નામકર્મ.
પાપતન્ય અઢાર પાપસ્થાનકોનું સેવન કરવાથી પાપ બંધાય છે. પાપ ભોગવવાના ૮૨ પ્રકારો-ભેદો
૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૫ અંતરાય, ૧ નીચગોત્ર, ૧ અશાતા વેદનીય. ૧ મિથ્યાત્વ મોહનીય, ૩ નરકત્રિક, ૪ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, ૬ હાસ્ય-રતિ-અરતિ-શોકભય-જાગુપ્તા, ૩ પુરુષવેદ-સ્ત્રિવેદ-નપુંસકવેદ, ૨ તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૪ એકેન્દ્રિય-બેઈદ્રિયતેઈદ્રિય-ચૌરિંદ્રિય જાતિ ૧ અશુભ વિહાયોગતિ, ૧ ઉપઘાત નામ, ૪ અશુભ વર્ણ-ગંધરસ-સ્પર્શ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, ૧૦
સ્થાવર દશક-તે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અસ્થિર-અશુભદૌર્ભાગ્ય-દુ:સ્વરઅનાદેય-અપયશ-એ પ્રમાણે પાપતત્ત્વના ૮૨ ભેદો જાણવા. પુણ્ય-પાપની ચતુર્ભાગી ૧. પુણ્યાનુબંધી પુણ્ય : પુણ્યનો ભોગવટો કરતાં નવું પુણ્ય ઉપાર્જન કરે તે.
શાલિભદ્રશ્રેષ્ઠી વગેરે. ૨. પુણ્યાનુબંધી પાપ : પાપનો ભોગવટો કરતાં નવું પુણ્ય ઉપાર્જન કરે તે.
ચંડકૌશિક સર્પ વગેરે. ૩. પાપાનુબંધી પુણ્ય : પુણ્યનો ભોગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે તે.
બ્રહ્મદત્તચકી વગેરે. ૪. પાપાનુબંધી પાપ : પાપનો ભોગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે તે.
મચ્છીમાર વગેરે.
૧૫૪
કનક કપા સંગ્રહ