________________
ગલન સ્વભાવયુક્ત અને વદિયુકત છે.
અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર અરૂપી અજીવ દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ ગણતાં ૪*૫=૨૦ ભેદ થાય. તેમ જ અગાઉ કહ્યા મુજબ ધર્માસ્તિકાયના ત્રણ, અધમસ્તિકાયના ત્રણ, આકાશાસ્તિકાયના ત્રણ, અને કાળનો એક એમ ૧૦ ભેદ મેળવતાં અરૂપી અજીવના ૩૦ ભેદ છે. રૂપી અજીવ (પુદ્ગલાસ્તિકાય) ના ૫૩૦ ભેદ
૫ વર્ણ, ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ અને પાંચ સંસ્થાન એ ૨૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હોય, તે ગુણ અને તેના વિરોધી-સ્વજાતિય ગુણ સિવાયના શેષ સર્વ ગુણોના ભેદ તે ગુણમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચ વર્ણ રહિત-કૃષ્ણ વર્ગના ૨૦ ગુણભેદ થાય. અને એ રીતે દરેક વર્ગના ૨૦-૨૦ ગણતાં વર્ણના ૧૦૦ ભેદ થાય. ૨ ગંધના ૪૬, ૫ રસના ૧૦૦, ૮ સ્પર્શના (વિરોધી સ્પર્શ બલ્બ હોવાથી, તે બાદ કરતાં દરેક સ્પર્શના ૨૩-૨૩ ગણતાં) ૧૮૪, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણભેદ થાય. એમ સર્વ મળીને ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યના થાય, તે પૂર્વોક્ત ૩૦ અજીવ સાથે મેળવતાં પ૬૦ ભેદ અજીવના થાય. અજીવના ૫૬૦ ભેદમાંથી ક્યાં કેટલા હોય? સ્થાન ધર્માસ્તિ અધર્મી આકાશા કાલ પુદગલ કુલ
કાય સ્તિકાય સ્તિકાય સ્તિકાય ભરતક્ષેત્ર ૭ ૭ ૭ ૬ પ૩૦ ૫૫૭ જંબુદ્વીપ ૭ ૭ ૭ ૬ ૫૩૦ ૫૫૭ લવણસમુદ્ર ૭ ૭ ૭ ૬ પ૩૦ ૫૫૭ નંદીશ્વરદ્વીપ ૭ ૭ ૩ ૦ પ૩૦ ૫૫૧
જીવ અને પુદગલ એ બે પરિણામી છે. જીવ એ જીવ છે. પુદગલ રૂપી છે. કાલ સિવાય પાંચ સપ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એક છે. આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. જીવ અને પુદ્ગલ એ બે કિયાવાન છે.
૧૫૨
કનકકૃપા સંગ્રહ