________________
૫૭
પ/
૬૩
૬૪
૬૫
૬૭
૬૮
મંદિરમાં ભગવંતને જોતાં જ હાથ જોડવા નહિ તે. મંદિરમાં ઉત્તરાસંગ વિના પૂજા કરવી. મંદિરમાં મસ્તકે મુગુટ ધારણ કરવો. મંદિરમાં મુખ પાઘડી આદિ ઉપર બુકાનું હોય તે છોડી ન નાખવું. મંદિરમાં કુલના હારતોરા માથેથી મુકી દેવા નહિ તે આશાતના છે. મંદિરમાં શરત બકવી. મંદિરમાં ગેડીદડે રમવું. મંદિરમાં પરોણા આદિને જૂદા કરવા. મંદિરમાં ભાંડ ભવૈયાની રમત કરવી. મંદિરમાં કોઈને ટુંકારે બોલાવવો. મંદિરમાં લેવા દેવા અંગે જૈન મંદીરે આવી લાંધણ કરવી. મંદિરમાં રણ સંગ્રામ કરવો. મંદિરમાં માથાના વાળ જૂદા કરવા કે માથું ખણવું. મંદિરમાં પલાંઠી વાળીને બેસવું. મંદિરમાં ચાખડીએ ચડવું. મંદિરમાં પગ પસારીને બેસવું. મંદિરમાં ઈશારા માટે પિપુડી કે સીટી બજાવવી. મંદિરમાં પગનો મેલ કાઢવો. મંદિરમાં કપડાં ઝાટકવાં. મંદિરમાં માંકડ જૂ આદિ વિણીને નાખવા. મંદિરમાં મૈથુન ક્રિયા કરવી. મંદિરમાં જમણ કરવું. મંદિરમાં કર્યા વિક્રય કરવો. મંદિરમાં વૈદું કરવું. મંદિરમાં ખાટલો ખંખેરવો. મંદિરમાં ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો. મંદિરમાં મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું.
૮૩
કનકકુપા સંગ્રહ
૧૩૩