________________
(૩) શ્રી શાન્તિનાથ ભગવાન પંચોતેર હજાર વર્ષ ગૃહસ્થ પણે હ્યા હતાં. છોતેર વસ્તુઓ.
(૧) વિદ્યુત્સુમારના છોતેર લાખ આવાસો કહ્યા છે.
(૨) એજ પ્રમાણે દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્સુમારેન્દ્ર, સ્તનિતકુમાર અને અગ્નિકુમાર, એ છ એ યુગલના છોતેર છોતેર લાખ ભવનો કહ્યા છે. સિત્તોતેર વસ્તુઓ.
(૧) ભરત ચક્રી સત્તોતેર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહીને મહારાજાના અભિષેક ને
પામ્યા હતા.
(૨) અંગવંશના સત્તોતેર રાજાઓએ દીક્ષા લીધી હતી.
(૩) એક એક મુહૂર્ત સિત્તોતેર લવ પ્રમાણ કહ્યા છે.
(૪) ગર્દતોય અને તુષિત દેવોને સિત્તોતેર હજાર દેવોનો પરિવાર કહ્યો છે. અઠ્ઠોતેર વસ્તુઓ
(૧) અકંપિત નામના ગણધર અઠ્ઠોતેર વર્ષનું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. ઓગણએંશી વસ્તુઓ
(૧) જંબુદ્વીપને દરેક ધ્વારનું અબાધાએ કાંઇક અધિક ઓગણ એંશી હજાર યોજનનું
કહ્યુ છે.
એંશી વસ્તુ
(૧) શ્રી શ્રેયાંસ નાથ ભગવાન એંશી ધનુષ ઉંચા હતા.
(૨) ત્રિપૃષ્ટ વાસુદેવ એશી લાખ વર્ષ સુધી મહારાજા પણે રહ્યા હતા. (૩) ઈશાનેન્દ્રને એશી હજાર સામાનીક દેવો કહ્યા છે.
એકાશી વસ્તુ
(૧) શ્રી કુંથુનાથ ભગવાનને એકાશી સો મન: પર્યવ જ્ઞાની હતા. (૨) વિવાહ પ્રજ્ઞપ્તિમાં એકાશી મહાયુગ્મ શત (અધ્યયનો) કહ્યાં છે. બાશી વસ્તુ
(૧) મહાવીર સ્વામી ભગવાન બાશી રાત્રિ-દિવસ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા હતા. ત્રાશી વસ્તુ
(૧) મહાવીર સ્વામી ભગવાન બાશી રાત્રિ-દિવસ વીતી ગયા અને ત્રાશીમો રાત્રિ દિવસ વર્તતો હતો ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઇ જવાયા.
૧૩૦
કનકકૃપા સંગ્રહ