________________
પંચાવન વસ્તુઓ (૧) શ્રી મલ્લિનાથ ભગવાન પંચાવન હજાર વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) પહેલી બીજી એ બે નારક પૃથ્વીના કુલ પંચાવન લાખ નરકા વાસ કહ્યા છે, (૩) દર્શના વરણીય, નામ અને આયુ એ ત્રણ મૂળ કર્મ પ્રકૃતિની પંચાવન ઉત્તર પ્રવૃતિઓ કહી છે.
છપ્પન વસ્તુઓ. (૧) શ્રી વિમલનાથ અરિહંતને છપ્પન ગણો અને છપ્પન ગણધરો હતા. (૨) અરિહંતના જન્મ વખતે છપ્પન દિક્ષુમારીકાઓ આવે છે.
સત્તાવન વસ્તુ (૧) મલ્લિનાથ તીર્થંકરના સત્તાવન સો સાધુઓ મન:પર્યવ જ્ઞાનવાળા હતા. (૨) આચારાંગ સૂત્રની ચૂલિકાને વર્જીને ત્રણ ગણિપિટકના (કુલ) સત્તાવન અધ્યયનો કહ્યા છે, તે આ પ્રમાણે આચારાંગ સૂત્ર કૃતાંગ અને સ્થાનાંગ.
અઠ્ઠાવન વસ્તુઓ. (૧) પહેલી બીજી અને પાંચમી એ ત્રણ નરક પૃથ્વીને વિષે અઠ્ઠાવન લાખ નરકા વાસ કહ્યા છે.
ઓગણ સાઈઠ વસ્તુઓ (૧) શ્રી સંભવનાથ ભગવાન ઓગણસાઠ લાખ પૂર્વ ગૃહવાસ મથે રહીને પછી દીક્ષા
લીધી હતી. (૨) શ્રી મલ્લિનાથ અરિહંતને ઓગણ સાઠસો અવધિ જ્ઞાની હતા.
સાઠ (૬૦) વસ્તુઓ (૧) શ્રી વિમલનાથ અરિહંત સાઠ ધનુષ ઉચા હતા. (૨) બ્રહ્મ નામના દેવેન્દ્રને સાઠ હજાર સામાનિક દેવો કહ્યા છે. (૩) લવણ સમુદ્રના અગ્રોકને શિખાની જલને) સાઠ હજાર નાગદેવતાઓ ધારણ કરે છે.
એકસઠ વસ્તુઓ (૧) મેરૂ પર્વતનો પહેલો કાંડ એકસઠ હજાર યોજન ઉચો કહ્યો છે.
બાસઠ વસ્તુઓ (૧) વાસુપૂજ્ય ભગવાનને બાસઠ ગણ તથા બાસઠ ગણધરો હતા.
કનકકૃપા સંગ્રહ
૧૨૫